Western Times News

Gujarati News

રાજકોટના યુવકે ડીજે વગાડતા ગુનો નોંધાયો

પ્રતિકાત્મક

રાજકોટ: ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની છૂટ આપવાની સાથે-સાથે રાજ્ય સરકાર કેટલાક નિયમો પણ બનાવ્યા હતા. રાજ્યભરમાં આ નિયમોનું પાલન કરવાની સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ, રાજકોટમાં એક યુવક સામે કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે.

રાજ્ય સરકારે આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ઉત્તરાયણ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડી હતી. જે અંતર્ગત ઉત્તરાયણ માત્ર પોતાના પરિવાર સાથે ઉજવવા કહેવાયું હતું.

તેમજ સોસાયટીમાં કોઈ મહેમાનને આમંત્રિત કરવા તેમજ ધાબા પર ડીજે વગાડવાની પણ મનાઈ ફરમાવાઈ છે. જાેકે, રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રમેશ ભરાડા નામના શખસે સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી પોતાના ઘરની અગાસી પર ડીજે વગાડવાનું શરૂ કરી દીધું હતું.

જેને પગલે પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૦ કેસ નોંધાયા છે. જ્યારે ૩ લોકોના મોત થયા છે. રાજકોટની વાત કરીએ તો અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ કેસ નોંધાયા છે. જ્યારે ૩૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો કે રસ્તાઓ પર એકઠા થઈ શકાશે નહીં અને પતંગ ચગાવી શકાશે નહીં,

પરિવારજનો સાથે કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરતા તહેવાર ઉજવવાની સલાહ આપવામાં આવે છે, માસ્ક વગર બિલ્ડિંગ કે ફ્લેટના ધાબા પર એકઠા થવાની મંજૂરી આપવામાં આવશે નહીં, આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝર પણ ફરજિયાત રહેશે,

બિલ્ડિંગના રહેવાસીઓ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓને ફ્લેટના ધાબા અને રહેણાક સોસાયટીઓના ખુલ્લા મેદાનમાં એકઠા થવા દેવામાં આવશે નહીં, જાે આનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન જવાબદાર રહેશે, ધાબા અને મેદાનોમાં મોટી સંખ્યામાં એકઠા થઈ શકાશે નહીં,

લાઉડ સ્પીકર્સ અને મ્યૂઝિક વગાડી શકાશે નહીં, ૬૫ વર્ષ કરતા વધુ ઉંમરની સાથે કોમોરિબિડિટીઝ ધરાવતા તેમજ બાળકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે, જનતામાં અશાંતિ સર્જાય તેવું લખાણ અને સ્લોગન પતંગ પર લખવાની પરવાનગી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.