દાદર અને બિકાનેર વચ્ચે વધારાની વિશેષ ટ્રેનો દોડાવાશે
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા દાદર અને બિકાનેર વચ્ચે વધારાની વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ, દાદર અને બિકાનેર વચ્ચે 17 જાન્યુઆરી, 2021 થી આગળની સૂચના સુધી વિશેષ એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવશે.
● ટ્રેન નં. 04708/04707 દાદર-બિકાનેર એક્સપ્રેસ વિશેષ ટ્રેન (દૈનિક)
ટ્રેન નં. 04708 દાદર-બિકાનેર વિશેષ ટ્રેન દાદરથી 18 જાન્યુઆરી 2021 ના રોજ રાત્રે 12.35 વાગ્યે ઉપડશે અને બીજે દિવસે સવારે 11.30 વાગ્યે બિકાનેર પહોંચશે. આવી જ રીતે ટ્રેન નં. 04707 બીકાનેર-દાદર વિશેષ ટ્રેન 17 જાન્યુઆરી 2021 ના જ બિકાનેરથી 07.50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 07.10 વાગ્યે દાદર પહોંચશે.
મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ ડેમ, ફાલના, રાની, સોમેસર, મારવાડ, પાલી મારવાડ, લુની, જોધપુર, રાયકા બાગ, ગોતન, મેરતા રોડ, મારવાડ મુંદવા, નાગૌર અને નોખા સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ હશે.
ટ્રેન નં. 04708 બુકિંગ 17 જાન્યુઆરી, 2021 થી નિર્ધારિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે.