Western Times News

Gujarati News

ડિજિટલ લોનના નામે ઠગાઈ કરતી એપ ગુગલે પ્લે સ્ટોરથી હટાવી

ગ્રાહક-સરકારી એજન્સીઓએ અનેક એપ્લિકેશનો સામે ફરિયાદ કરી હોવાનું કહ્યુંઃ ગુગલે કંપનીનું નામ ન આપ્યું

નવી દિલ્હી, ગ્રાહકો સાથે છેતરપિંડી કરી લોન આપવાની લાલચ આપી પૈસા પડાવી લેવાની ઘટનાઓએ જાેર પકડ્યુ હતુ સતત નવા નવા કિસ્સાઓ સામે આવી રહ્યા. ડીજીટલ પ્લેટફોર્મ પર સરળતાથી ઠગાઇ કરીને ખીસ્સુ ખાલી કરતા લોકોની ભરમાળ છે. આ તમામ સામે હવે ગૂગલ આકરા પાણીએ છે.

ગૂગલે ઘણી પર્સનલ લોન એપ્લિકેશન્સને દૂર કરી છે જે તેના પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે ગ્રાહકો ડિજિટલ લોનના નામે થતી છેતરપિંડી અટકાવવા આ પગલું લેવામાં આવ્યું છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી કાઢી નાખેલી એપ્લિકેશનનું નામ જણાવ્યુ નહી પરંતુ કંપનીનું કહેવું છે, ગ્રાહક અને સરકારી એજન્સીઓએ અનેક એપ્લિકેશનો સામે ફરિયાદ કરી હતી.

લોકોને સરળ લોનના નામે ઠગાઇ કરવામાં આવી હતી. હવે ૬૦ દિવસ કરતાં વધુ ચુકવણીના સમયની મંજૂરી આપતી એપ્લિકેશન્સને જ મંજૂરી આપવામાં આવશે. સમીક્ષા કર્યા પછી, જેમને સુરક્ષાના નિયમોનું પાલન ન કરાયું હોવાનું જાણવા મળ્યું છે તેમને પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવ્યા છે. ગૂગલ ફક્ત તે જ એપ્લિકેશનોને મંજૂરી આપશે જેમાં લોન ચુકવણી માટે ૬૦ દિવસથી વધુનો સમય આપવામાં આવશે.

ગૂગલે અન્ય એપ્લિકેશન ડેવલપર્સને સ્થાનિક કાયદાઓ અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા પણ ચેતવણી આપી છે, અન્યથા તેઓને પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવશે.

આરબીઆઈએ ગ્રાહકોને મોબાઇલ એપ્સ પર સસ્તી લોન માટે ચેતવણી આપી હતી. આ માટે સેન્ટ્રલ બેંકે ૬ સભ્યોની કમિટી પણ બનાવી છે. એપ્લિકેશન ડેવલપર્સને પણ ચેતવણી આપવામાં આવી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.