હળવદમાંથી 14 લાખનું રામ જન્મભૂમિ નિધીફંડ પ્રથમ દિવસે એકત્રીત કરાયુ
અયોધ્યામાં રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા નિઘિસમર્પણ અભિયાનનો પ્રારંભ શુક્રવારે કરાયો હતો જેમાં પ્રથમ દિવસે રામ જન્મભૂમિ નિધિમાં ૧૪,૨૪,૬૩૩ જેટલી રકમએકત્રીત કરાઇ હતી જેમાં ઉદ્યોગપતિ સંતો સમાજ રાજ્ય પદાધિકારીઓ સહિતના દાતાઓએ દાન કર્યું હતું.
જેમાં હળવદ શહેર તેમજ ગ્રામ્ય માંથી તમામ કાર્યકર્તાઓ હાજર રહેલા.કાર્યક્રમની શરૂઆત હળવદ લક્ષ્મીનારાયણ મંદિરથી કરવમાં આવી. ત્યાં હાજર રહેલા સંતો એ પોતાનું માર્ગદર્શન આપેલ.તેમજ તેમના નિધિના ચેક પણ સમર્પણ કરેલ. સંત શ્રી દીપકદાસજી મહારાજ, સંત શ્રી પ્રભુચરણ બાપુ, તેમજ ગુજરાત ભાજપ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, અગ્રણી ઉદ્યોગપતિ જશુભાઈ પટેલ, ગુજરાત બજરંગદળ સંયોજક ભાવેશભાઈ ઠક્કરએ લોકોને માર્ગદર્શન આપેલ. ત્યાર બાદ લક્ષ્મીનારાયણ ચોક થઈ ઢોલ નગારા સાથે શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણના કાર્યાલય સુધી તમામ લોકો પહોંચીને તેમના પોતાના નિધિ સમર્પણના ચેક અર્પણ કરેલ.
જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના યુવાનો વડીલો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ આરએસએસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. હળવદ ખાતે શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા નિધિ સમર્પણ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો.
જેમાં 200000 રૂપિયા ઉદ્યોગપતિ જશુભાઈ પટેલ,151000 શ જયંતીભાઈ કવાડિયા,151000 શ્રી રણછોડભાઈ પટેલ,100000 સાઇન કોટસ્પિન, 51000 ડૉ. મિલનભાઈ માલમપરા, 51000 ભરતભાઈ ગઢીયા,તથા 51000 મહર્ષિ ગુરુકુલ રજનીભાઈ સંઘાણી તરફ થી આપવામા આવેલ. તેમજ બીજા તમામ નાના મોટા દાતાશ્રીઓ દ્વારા પોત પોતાના નિધિ નું સમર્પણ કરવામાં આવેલ. જેમાં આજે શુકવારે પ્રથમ દિવસે કુલ 14,24,633 રૂપિયાના નિધિનું સમર્પણ આવેલ.અને કાર્યક્રમ ના અંતે હળવદ તાલુકા આર.એસ.એસ ના સંઘચાલકદિલીપભાઈ સોની એ આભાર વિઘિ કરી હતી.