રસી અંગે અટકચાળા તત્વો અફવા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છેઃ સ્વાસ્થ્ય મંત્રી
નવી દિલ્હી, દેશભરમાં કોરોના સામેની રસી મુકવાનો પ્રારંભ થયો છે ત્યારે આજે સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષ વર્ધન દિલ્હીની એમ્સ ખાતે પહોંચ્યા હતા.
તેમણે કહ્યુ હતુ કે, કેટલાક અટકચાળા તત્વો કોરોના વેક્સિન પર જાત જાતની અફવા ફેલાવીને ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.કોરોના વોરિયર્સે દેશના લોકોને સાચી જાણકારી આપવી પડશે.જેથી ભારત કોરોના સામેની લડાઈ જીતી શકે.
તેમણે કહ્યુ હતુ કે, આ પહેલા પણ ભારત પોલિયો સામેની જંગ જીતી ચુક્યુ છે અને હવે કોરોના સામેની લડાઈ જીતવાના નિર્ણાયક તબક્કામાં ભાર પ્રવેશી ચુક્યુ છે.હું તમામ દેશવાસીઓનો, કોરોનો વોરિયર્સ અને તેના પરિવારનો આભાર માનુ છું કે , તેમણે તમામ ખતરાઓનો સામનો કરીને પણ કોરોના સામે લડાઈ લડી છે.
ડો.હર્ષવર્ધને કહ્યુ હતુ કે, ભારતમાં આખી દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે.ભારતને આ પ્રકારના મોટા મામલાઓથી કામ પાર પાવડાનો અનુભવ રહ્યો છે.વેક્સીન માટે ભારત પાસે બહુ મજબૂત માળખુ પહેલેથી જ છે.