Western Times News

Gujarati News

મોદીએ કોરોના રસીકરણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ, કહ્યુ- ‘અફવા પર ધ્યાન ન આપો, બે ડોઝ જરૂરી’

નવી દિલ્હી: દેશમાં આજથી દુનિયાના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઈ ગઈ છે.  વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સથી રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ દિવસની દેશના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તમામના મોઢા પર એક જ સવાલ હતો કે કોરોનાની વેક્સીન ક્યારે આવશે. ખૂબ ઓછા સમયમાં કોરોનાની વેક્સીન આવી ગઈ છે.

આ પ્રસંગે હું વેક્સીન બનાવવા માટે રાત-દિવસ એક કરનારા વૈજ્ઞાનિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જ પીએમ મોદીએ લોકોને રસીકરણ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરવાનો અનુરોધ કર્યો હતો. આ દરમિયાન પીએમ ભાવુક પણ થઈ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, કારોનામાં આપણા સેંકડો સાથી પરત ન આવી શક્યા.

કોરોના વાયરસના બે ડોઝ લેવા જરૂરી છે. કોઈ એવી ભૂલ બિલકુલ ન કરે કે એક ડોઝ લઈને બીજો ડોઝ ન લે. આ ઉપરાંત બીજો ડોઝ લીધાના બે અઠવાડિયા બાદ વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી બને છે. રસી લીધા બાદ પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. બેદરકારી મુશ્કેલી ઊભી કરી શકે છે.

હું દેશના લોકોને અપીલ કરી છું કે જેવી રીતે કોરોનાની રસી આવ્યા સુધી ધીરજ રાખી છે તેવી જ ધીરજ રસી લાગી જાય ત્યાં સુધી જાળવી જાળવી રાખે.

પ્રથમ તબક્કામાં સરકારી કે ખાનગી હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકોને રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં 30 કરોડ લોકોને રસી આપવાનો ટાર્ગેટ છે.

ભારતની બંને રસી વૈજ્ઞાનિકોની કસોટીમાંથી ખરી ઉતરી છે. આથી આ મામલે અફવા કે દુષ્પ્રચારથી દૂર રહો.

ભારતની રસી વિદેશી રસીની સરખામણીમાં ખૂબ રસ્તી અને ઉપયોગ કરવામાં સરળ છે. વિદેશની અમુક રસીના એક ડોઝની કિંમત પાંચ હજાર રૂપિયા સુધી છે. આ ઉપરાંત તેને -70 ડિગ્રી તાપમાનમાં રાખવી પડે છે.

કોરોનાની શરૂઆત વખતે દેશમાં માત્ર એક ટેસ્ટિંગ લેબ હતી. આજે 2,300થી વધારે લેબનું નેટવર્ક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.