Western Times News

Gujarati News

લદ્દાખ સરહદે આંખમાં તેલ આંજી ફરજ બજાવતા બહાદુરોને અપાશે કોરોના રસી

નવી દિલ્હી, દેશભરમાં આજથી એટલે કે 16મી જાન્યુઆરીથી કોરોના સામે રક્ષણ આપતી રસી આપવાના ભગીરથ કાર્યનો આરંભ થઇ રહ્યો હતો ત્યારે મળેલી માહિતી મુજબ સૌથી પહેલાં લદ્દાખ સરહદે ફરજ બજાવી રહેલા લશ્કરી જવાનોને રસી આપવાની યોજના છે. વડા પ્રધાને જાહેરાત કરી હતી કે વિશ્વના સૌથી મોટા રસીકરણ પ્રોગ્રામનો આજે આરંભ થઇ રહ્યો હતો. આજે ભારત બાયોટેકની અને સીરમ ઇન્સ્ટીટ્યુટની રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે.

સંરક્ષણ ખાતાએ લદ્દાખ સરહદે ફરજ બજાવતા સૈનિકોને અગ્રતા આપી હતી. સ્વાસ્થ્ય મંત્ર્યાલયે જાહેર કર્યા મુજબ ભારતીય લશ્કરને આશરે 4,000 (3,820) રસી આપવામાં આવી હતી. આ રસી લદ્દાખ સરહદે ચોવીસે કલાક આંખમાં તેલ આંજીને ફરજ બજાવતા જવાનોને આપવામાં આવશે. છેક ગયા વર્ષના માર્ચ એપ્રિલથી લદ્દાખ સરહદે ચીનનું લશ્કર અટકચાળા કરી રહ્યું હતું. એક કરતાં વધુ વખત ચીને ભારતીય પ્રદેશમાં ઘુસણખોરીના પ્રયાસ કર્યા હતા ત્યારે ટાંચાં સાધનો અને અપૂરતાં શસ્ત્રો છતાં ભારતીય લશ્કરના જવાનોએ ચીનને પીછેહટ કરવાની ફરજ પાડી હતી.

ચીને 10 હજાર સશસ્ત્ર જવાનો લદ્દાખ સરહદની આસપાસ અને ખાસ તો પેંગોંગ સરોવર નજીક ગોઠવ્યાં હતાં. ભારતીય જવાનોએ એ બધાંને એક કરતાં વધુ વખત ખદેડી કાઢ્યા હતા. શિયાળો શરૂ થતાં લદ્દાખ વિસ્તારમાં જે કાતિલ ઠંડી પ્રવર્તી તેને કારણે હાલ તુરત ચીનું લશ્કર ત્યાંથી ખસી ગયું હતું. બીજી બાજુ કાતિલ ઠંડી હોવા છતાં ભારતીય લશ્કરના જવાનો પોતાના સ્થાનેથી ખસ્યા નથી. કાતિલ ઠંડી સહન કરીને પણ આપણા જવાનો ફરજ બજાવી રહ્યા હતા. એ હકીકત ધ્યાનમાં રાખીને લદ્દાખ સરહદે ફરજ બજાવી રહેલા જવાનોને આજે રસી આપવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.  જવાનો ઉપરાંત લશ્કરી તબીબો અને મેડિકલ સ્ટાફને પણ રસી અપાનાર હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.