Western Times News

Gujarati News

ત્રણ મામલામાં સુપ્રીમ કોર્ટે સરકારી વિભાગ પર દંડ લગાવ્યો

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે અપીલ દાખલ કરવામાં વિલંબ પર નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મહાનિદેશકને કડક ચેતવણી આપી છે.કોર્ટે કહ્યું કે અવારનવાર વિલંબથી અપીલ કરવાના અનેક મામલા સામે આવી રહ્યાં છે તેને કયારેય સહન કરી શકાય તેમ નથી.

ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરી અને ન્યાયમૂર્તિ ઋષિકેશ રાયની બેચ સમક્ષ ગત એક અઠવાડીયે એક જ દિવસે ચાર આવા મામલા યાદીબઘ્ઘ કર્યા હતાં જેમાં સરકારી વિભાગ દ્વારા અપીલ દાખલ કરવામાં વિલંબ કરવામાં આવ્યો હતો તેમાથી બે મામલા એનસીબીથી જાેડાયેલ હતાં આ ચારમાંથી ત્રણ મામલામાં સુપ્રીમે સરકારી વિભાગ પર દંડ લગાવ્યો છે.

એનસીબી દ્વારા દાખલ કરવામાં આવેલ બે અપીલો પર સુનાવણી કરતા બેંચે કહ્યું કે અપીલ દાખલ કરવામાં સરકારી વિભાગનું વલણ ખુબ જ સુસ્ત છે બેંચે કહ્યું કે અપીલ દાખલ કરવામાં કારણ વિને વિલંબ સ્વીકાર કરવામાં આવશે નહીં હકીકતમાં આ બંન્ને મામલામાં આરોપીને હાઇકોર્ટથી મળેલી જામીનની વિરૂધ્ધ એનસીબીએ ૪૦થી પણ વધુ દિવસ બાદ અપીલ દાખલ કરી હતી તેનાથી નારાજ બેંચે કહ્યું કે બ્યુરોની પાસે અપીલ દાખલ કરવામાં વિલંબનું કોઇ યોગ્ય કારણ નથી સરકારી કચેરીમાં ફાઇલના એકથી બીજા ટેબલ સુધી જવામા થઇ રહેલ થઇ રહેલ વિલંબ પર સુપ્રીમ કોર્ટે બંન્ને જ મામલામાં એનસીબી પર ૨૫-૨૫ હજાર રૂપિયાનો દંડ લગાવ્યો છે.

દંડની રકમ અપીલ દાખલ કરવા માટે જવાબદાર અધિકારીઓથી વસુલવા માટે કહ્યું છે. દંડની રકમ ચાર અઠવાડીયાની અંદર સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ કલ્યાણ કોષમાં જમા કરવા માટે કહેવામાં આવ્યું છે આ સાથે જ સુપ્રીમે એનસીબીને દંડની રતમની સાથે જવાબદાર અધિકારીઓથી રકમ વસુલવાનો રેકોર્ડ પણ રજુ કરવા માટે કહ્યું છે.

પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે હ્યું કે સરકારી વિભાગ દ્વારા અપીલ દાખલ કરવામાં વિલંબ સામાન્ય વાત થઇ ગઇ છે હવે એ અપીલ દાખલ કરવામાં વિલંબ કયારેય સ્વીકાર કરીશું નહીં નારાજ કોર્ટે કહ્યું કે અમે વારંવાર કહેવા છતાં સરકારી વિભાગ તેને લઇ ગંભીર નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.