કોરોના રસીકરણની સફળતા માટે વિશેષ યજ્ઞનું આયોજન
અમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ કોરોના રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ. ગુજરાત સહિત દેશભરમાં આજથી પ્રારંભ થયેલા કોરોના રસીકરણ અભિયાનની સફળતા માટે અમદાવાદ ખાતે વિશેષ પ્રાર્થના અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ખોખરા-હાટકેશ્વર ૧૩૨ રિંગ રોડ પાસે હરિપુરા ધીરજ હાઉસિંગ ખાતે આવેલા શ્રી પંચનાથ મહાદેવ મંદિરના સંકુલમાં આજે સવારે ૧૦ વાગ્યે વિશેષ પ્રાર્થના અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ, પુરુષો અને બાળકો પણ શામેલ થયા હતા. આ યજ્ઞ દરમિયાન કેટલાક લોકોના હાથમાં બેનર જાેવા મળ્યા હતા.
જેના પર કોરોના કા ટીકા લગાઓ આજે ઔર કોરોના મુક્ત ભારત બનાઈએ અબ, ઘર-ઘર કોરોના કા ટીકા, હર ઘર બનેગા કોરોના મુક્ત હે શ્રી કૃષ્ણ વેક્સીન રૂપી સુદર્શન ચક્રથી કોરોનાના દૈત્યોનો નાશ કરો. ના બેનર સાથે જાેવા મળ્યા હતા. ૨૦ ભક્તોએ યજ્ઞ દરમિયાન કોરોના વેકસીનના રસીકરણનું અભિયાન દેશભરમાં સફળ થાય અને તેની કોઈ આડઅસર ના થાય તે માટે વિશેષ પ્રાર્થના પણ કરી હતી. આ દરમિયાન અમુક ભક્તોના હાથમાં તિરંગો ઝંડો અને વડાપ્રધાન મોદીની તસવીર પણ જાેવા મળી હતી. જણાવી દઇએ કે, ગુજરાત સહિત દેશભરમાં આજે કોરોના વેક્સીનેશનનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. જેમાં સૌથી પહેલા હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સીન લગાડવામાં આવી રહી છે. શહેરમાં ૨૦ જગ્યાએ સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી સરકારી અને મ્યુનિસિપલ હોસ્પિટલો ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મળી કુલ ૨૦ જગ્યાએ હેલ્થ વર્કર્સને રસી અપાઈ રહી છે.SSS