સુરતમાં કુખ્યાત બાપ્ટી અને મીંડીનો આતંક-ખંડણીના પૈસા નહીં આપો તો બાંધકામ તોડાવી નાખીશ
બિલ્ડર આરીફ કુરેશી પાસે ફરી બાપ્ટી અને મીંડીએ ૨-૨ લાખની ખંડણી માગ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ
સુરત, સુરતના રાણીતળાવ ખાટકીવાડમાં રહેતા અને સૈયદપુરા તુરાવા મહોલ્લામાં બાંધકામ કરનાર બિલ્ડર આરીફ કુરેશી પાસે ફરી આસીફ ઉર્ફે બાપ્ટી અને અનસ ઉર્ફે મીંડીએ રૂ.૨-૨ લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ લાલગેટ પોલીસ મથકમાં નોંધાઈ છે.
લાલગેટ પોલીસે તેમના વતી વાતચીતની ઓડીયો કલીપ બિલ્ડરને મોકલી રૂ.૨૦ હજાર સાઈટ ઉપર આવી લઇ જનાર રીઝવાન આઝાદની ધરપકડ કરી છે. સુરતના રાણીતળાવ ખાટકીવાડ મોહમંદ મુસ્તુફા પેલેસમાં ખાતે રહેતા યુવાન બિલ્ડર મોહંમદ આરીફ સાબીર કુરેશીએ વર્ષ ૨૦૧૮માં મહાનગરપાલિકામાંથી મંજુરી મેળવી સૈયદપુરા તુરાવા મહોલ્લામાં છ માળની બિલ્ડિંગનું બાંધકામ શરુ કયું હતું.
જાેકે, સૈયદપુરા પંપીંગ સ્ટેશન પાસે મનહર કોમ્પ્લેક્ષમાં રહેતા સૈયદ સજાઉદ્દીન ઉર્ફે સજજુબાપુ, ગોપીપુરા લાકડાની વખારમાં રહેતા બાપ્ટી દાદાના છોકરા આસીફ બાપ્ટી અને નાનપુરા ખંડેરાવપુરામાં રહેતા અનસ સફી રંગરેજ ઉર્ફે અનસ મીંડીએ ૩૦ થી ૪૦ ખોટા પત્રકારોને ઉભા કરી તેમના બાંધકામ વિરુદ્ધ ફરિયાદો કરાવી રૂ.૪૫ લાખની માંગણી કરી હતી.
આરીફભાઇએ તેમને પૈસા નહીં આપતા તેઓ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા.આ અંગે તેમણે ગત ઓક્ટોબર માસમાં લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આસીફ બાપ્ટી અને અનસ સફી રંગરેજ ઉર્ફે અનસ મીંડીની ધરપકડ કરી હતી. જયારે સજાઉદ્દીન ઉર્ફે સજજુબાપુ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે.
દરમિયાન, જેલમાંથી છૂટ્યા બાદ આસીફ બાપ્ટી અને અનસ સફી રંગરેજ ઉર્ફે અનસ મીંડીએ ફરી આરીફ કુરેશી પાસે ખંડણી માંગવાનું શરૂ કર્યું હતું. બંને વતી ચકલા બજાર આઝાદ મંઝીલમાં રહેતા રીઝવાન આઝાદે આરીફ કુરેશીને છેલ્લા ૧૦ દિવસથી ફોન કરી તેમજ રૂબરૂ મળી ધમકી આપવા માંડી હતી.
સૈયદપુરા તુરાવા મહોલ્લોવાળી મિલ્કત ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. તમારા બાંધકામ વિરૂધ્ધમા આસીફ ઉર્ફે બાપ્ટી અને અનસ ઉર્ફે મીંડીએ ભેગા મળી ઘણી બધી આરટીઆઈ અરજીઓ તથા ફરીયાદો સુરત મહાનગરપાલીકામા કરી છે,
જાે તમે ખંડણીના પૈસા નહી આપશો તો તમારૂ બાંધકામ તોડાવી નાંખશે અને જાે તમારે બાંધકામ બચાવવુ હોય તો માંગ્યા મુજબના પૈસા આપવા પડશે અને સમાધાન કરી લેવુ પડશે.જાે તમે સમાધાન નહી કરશો તો સુરત મહાનગરપાલીકામા વધુ ફરીયાદો કરવામા આવશે અને તમારૂ ગેરકાયદેસર બાંધકામ તોડાવી નાંખીશુ.
આમ કહી રીઝવાને આરીફ કુરેશી પાસેથી આસીફ ઉર્ફે બાપ્ટીના રૂ.૨ લાખ અને અનસ ઉર્ફે મીંડી મોહમદસફી રંગરેજના રૂ.૨ લાખ તેમજ પોતાના રૂ.૫૦ હજાર મળી કુલ રૂ.૪.૫૦ લાખની ખંડણી માંગી હતી. આરીફ કુરેશીએ તાજેતરમાં અઠવા પોલીસ મથકમાં જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી તે નાસીર સુરતી પણ માથાભારે છે તેમ કહી ગભરાવી રીઝવાને આસીફ ઉર્ફે બાપ્ટી અને અનસ ઉર્ફે મીંડી સાથે થયેલી વાતચીતની આઠ ઓડિયો કલીપ આરીફ કુરેશીને સાઈટ ઉપર આવી રૂબરૂ મળી રૂ.૨૦ હજાર પડાવી લીધા હતા.
જાેકે, ત્યાર બાદ ખંડણીની બાકી રકમની તે ઉઘરાણી કરી ધમકી આપતો હોય છેવટે આરીફ કુરેશીએ ગતરાત્રે આસીફ ઉર્ફે બાપ્ટી બાબુદ્દિન શેખ ( રહે. હકીમ મુલ્લેરી એપાર્ટમેન્ટ, રત્નસાગર સ્કુલની સામે, કાઝીનું મેદાન, ગોપીપુરા, સુરત ), અનસ ઉર્ફે મીંડી મોહમદસફી રંગરેજ ( રહે. ગદેવાલાનો ટેકરો, ખંડેરાવપુરા,નાનપુરા, સુરત ) અને રીઝવાન આઝાદ ( રહે, આઝાદ મંઝીલ, ચકલા બજાર, સુરત ) વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રીઝવાન આઝાદની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીઆઈ એસબી ભરવાડ કરી રહ્યા છે. બિલ્ડર મોહંમદ આરીફ કુરેશીએ વર્ષ ૨૦૧૮ માં મહાનગરપાલિકામાંથી મંજુરી મેળવી સૈયદપુરા તુરાવા મહોલ્લામાં છ માળની બિલ્ડિંગનું બાંધકામ શરુ કયું હતું.
જાેકે, સૈયદપુરા પંપીંગ સ્ટેશન પાસે મનહર કોમ્પ્લેક્ષમાં રહેતા સૈયદ સજાઉદ્દીન ઉર્ફે સજજુબાપુ, ગોપીપુરા લાકડાની વખારમાં રહેતા બાપ્ટી દાદાના છોકરા આસીફ બાપ્ટી અને નાનપુરા ખંડેરાવપુરામાં રહેતા અનસ સફી રંગરેજ ઉર્ફે અનસ મીંડીએ ૩૦ થી ૪૦ ખોટા પત્રકારોને ઉભા કરી તેમના બાંધકામ વિરુદ્ધ ફરિયાદો કરાવી રૂ.૪૫ લાખની માંગણી કરી હતી. આરીફે તેમને પૈસા નહીં. આપતા તેઓ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા.
આથી ૧૪ ઓક્ટોબરની રાત્રે તેમણે ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી તેમાં ત્રણેયના ત્રાસ અંગે તેમજ પોતે નાણાકીય તકલીફમાં ફસાયો હોવાનું જણાવ્યું હતું અને પોતાની સૈયદપુરા જે.કે.કોર્નરમાં પહેલા માળે આવેલી ઓફિસમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે લાલગેટ પોલીસને જાણ થતા પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી તેના આધારે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.