પરિવારથી વિખૂટા પડેલા દિવ્યાંગ બહેન ને પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી
પરિવાર\ કુટુંબ થી વિખુટા પડ્યા નું દુઃખ તો એનેજ સમજાય જે આ પરિસ્થિતિમાં થી પસાર થાય પરંતુ ઈશ્વરે એવા માણસો પણ પૃથ્વી પર મોકલ્યા છે કે જેને વિખુટા પડેલા ને ફરી પરિવાર સાથે મિલન કરાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.
આ સંસ્થા એટલે બાયડ નગર માં આવેલ જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ આ સંસ્થા માં નિઃસહાય તરછોડાયેલી મહિલાઓ ને સવારે સાંજે નાસ્તો બપોર અને રાત્રી ભોજન સાથે એમની મેડિકલ ટ્રીટમેન્ટ કરાવવા માં આવે છે અને સંસ્થા ના ટ્રસ્ટી અને સેવકો દ્વારા વિશેષ કાળજી લેવામાં આવે છે
આજે આ સંસ્થા માં બે વર્ષ થી રહેતા અને સંસ્થા માં ફોઈ ના હુલામણા નામ થી જાણીતા મોરલબેન કડાણા પંચમહાલ ને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં સંસ્થા ને સફળતા મળી છે આ 120 મી સફળતા હતી અને અસફળતા ના સાચા હકદાર આપ બધા છો આપ બધાના આશીર્વાદ થી જ અમે પ્રેરિત છીએ આપના આશીર્વાદ આમ જ સંસ્થા પર બન્યા રહે એવી માં અંબેને પ્રાર્થના.