પાકે પુછમાં ફરી એકવાર સંધર્ષ વિરામનો ભંગ કર્યો
જમ્મુ, પાકિસ્તાને એકવાર ફરી સંધર્ષવિરામનો ભગ કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાને પુંછ જીલ્લાના બાલાકોટ સેકટરમાં રાતે સાડા દસ વાગે સંધર્ષ વિરામનો ભંગ કર્યો હતો. આ પહેલા પાકિસ્તાની સેનાએ ગઇકાલે સાંજે પણ ગોળીબાર કર્યો હતો પાક સેનાએ સતત સાતમા દિવસે નિયંત્રણ રેખા પર દિગબાર અને માલ્ટી સેકટરમાં સૈન્ય ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી ગોળીબાર કર્યો ભારતીય સેનાએ જાે કે પાકિસ્તાનને જાેરદાર જવાબ આપ્યો હતો ગોળીબારમાં કોઇ રાતની જાનહાનીના નુકસાન નથી મોડી રાતે પાકિસ્તાન તરરથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર પાકિસ્તાને રવિવારે પહેલા સાંજે ૫.૪૦ કલાકે ગોળીબાર કર્યો પહેલા નાના હથિયારોથી અને ત્યારબાદ મોર્ટાર દાગ્યા હતાં. આથી રહેણાંક વિસ્તારોમાં લોકોમાં ભય પેદા થયો હતો લોકોને બચાવવા માટે સુરક્ષિત જગ્યાઓ પર આશ્રય લીધો હતો ઘડાકા અનેક કિલોમીટર દુર પુંછ નગર સુધી સંભળાતા હતાં.
એ યાદ રહે કે નવા વર્ષના પહેલા દિવસે પણ પાકિસ્તાન પોતાની હરકતથી બાજ આવ્યું ન હતું તેણે નૌશેરા સેકટરમાં નિયંત્રણ રેખા પર બે વાર સંધર્ષ વિરામનો ભંગ કરતા સેનાની અગ્રીમ ચોકીઓને નિશાન બનાવી હતી જેમાં સેનાના યાબ સુબેદાર રવિંદરસિંહ શહીદ થયા હતાં તેના પર સેનાએ જવાબી કાર્યવાહી કરતા સીમા પાર અનેક ચોકીઓને તબાહ કરી દીધી હતી આ કાર્યવાહીમાં એક પાકિસ્તાની સૈનિક માર્યો ગયો હતો.HS