યોગી સરકારમાં મોટા ફેરફારના સંકેતઃ અનેક નવા ચહેરા સામેલ થશે
લખનૌ, યુપી મંત્રીમંડળમાં મોટો ફેરફારના સંકેત મળી રહ્યાં છે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મંત્રીમંડળના વિસ્તારમાં અનેક મંત્રીઓના વિભાગો બદલવામાં આવે તેવી સંભાવના છે. સુત્રોનું માનવામાં આવે તો અનેક નવા ચેહરા પણ મંત્રીમંડળમાં સામેલ થઇ શકે છે.
હકીકતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનો ૨૨થી ૨૪ જાન્યુઆરી સુધી લખનૌમાં રહેવાનો કાર્યક્રમ છે.પાટી સુત્રોએ કહ્યું કે તે પ્રદેશ મંત્રીમંડળના સંભવિત વિસ્તારને ધ્યાનમાં રાખી લખનૌ આવી રહ્યાં છે અહીં તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મંથન કરી વિસ્તારની ઔપચારિકતાઓ નક્કી કરશે.
આ બેઠકમાં કેન્દ્ર સરકારના પૂર્વ આઇએએસ અરવિંદ કુમાર શર્માને જવાબદારી આપવાનો પણ નિર્ણય થશે માનવામાં આવે છે કે મંત્રીમંડળમાં મોટા ફેરફાર થશે અનેક મંત્રીઓના વિભાગ પણ બદલવામાં આવશે હકીકતમાં ભાજપનું કેન્દ્રીય મંત્રીમંડળ એક મંત્રીઓના કામકાજથી ખુશ નથી જયારે અનેક વિભાગોમાં અધિકારીઓની મનમાની અને મંત્રીઓની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવતી રહી છે સંભાવના છે કે મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરા પણ સામેલ થઇ શકે છે જયારે મંત્રીમંડળ વિસ્તાર ફેબ્રુઆરીમાં યોજાનાર બજેટ સત્ર પહેલા થઇ શક છે.લખનૌ પ્રવાસ પર આવી રહેલ નડ્ડા યુપી પંચાયત ચુંટણી અને વિધાનસભા ૨૦૨૨ને લઇ રાજનીતિ પણ બનાવશે આ વખતે પંચાયત ચુંટણી ભાજપ માટે મહત્વપૂર્ણ છે. ત્રિસ્તરીય પંચાયત ચુંટણમાં જીત માટે પર્ટી તરફથી બુથસ્તર પર ખુબ મહેનત કરવામાં આવી રહી છે.મંત્રીઓથી લઇ ધારાસભ્યોને જવાબદારી આપવામાં આવી છે.HS