ગુજરાતમાં મેટ્રો કનેક્ટિવીટી મજબૂતીનું કામ કરશે: મોદી
સુરત, પીએમ મોદીએ ૧૭મી જાન્યુઆરીના રોજ દેશના વિવિધ પ્રદેશોમાંથી ગુજરાતના કેવડિયા સુધી જાેડાતી આઠ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલીઝંડી બતાવી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે પીએમ મોદીએ આજે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ ૨નો તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. પીએમ મોદીએ ગુજરાતીમાં પોતાનું સંબોધન શરૂ કરતા જણાવ્યું કે, અમદાવાદ અને સુરતના બધા લોકો ઊંધિયા અને જલેબીમાંથી હવે નવરા પડ્યા હશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે ઉત્તરાયણની શરૂઆતમાં આજે અમદાવાદ અને સુરતમાં, મોટા વેપારી શહેરોમાં મેટ્રો કનેક્ટિવિટીને મજબૂત કરવાનું કામ કરશે. કાલે કેવડિયા માટે નવા રેલ માર્ગો અને ટ્રેનોની શરૂઆત કરી. આ શુભારંભ માટે હું ગુજરાતનાં લોકોને ઘણી શુભેચ્છાઓ આપુ છું. આજે ૧૭ હજાર કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ શરૂ થઇ રહ્યું છે. જે બતાવે છે કે કોરોનાના આ કાળમાં પણ દેશનાન નવા ઇન્ફ્ર્રાસ્ટ્ર્ક્ચરના કામ સતત વધી રહ્યા છે.
અમદાવાદ અને સુરત બંન્ને ગુજરાત અને ભારતનાં આર્ત્મનિભર્તાને સશ્ક્ત કરતા શહેરો છે. મને યાદ છે કે, જ્યારે અમદાવાદમાં મેટ્રોની શરૂઆત થઇ હતી તે ઘણો જ મૂલ્યવાન પળ હતો. લોકોના ચહેરા પર ખુશી હતી. લોકો આ જાેવા માટે ધાબા પર ચઢી ગયા હતા. આ કદાચ જ કોઇ ભૂલી શકે છે. અમદાવાદની ઓળખે મેટ્રો સાથે જાેડાયુ છે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર નિર્માણ કરવામાં આવશે, તો ગુજરાત નેશનલ લો યુની. થી ગિફ્ટ સીટી ને જાેડાશે. જેનો લાભ લાખો લોકોને મળશે. અમદાવાદ બાદ સુરત બીજુ એવું શહેર છે જે મેટ્રોથી જાેડાશે. સુરતમાં મેટ્રો નેટવર્ક એક રીતે સમગ્ર શહેરના મહત્વપૂર્ણ વેપારી કેન્દ્રને જાેડશે.
આજે આપણે શહેરોના પરિવહનને એકીકૃત સિસ્ટમ તરીકે વિકસાવી રહ્યા છીએ. એટલે કે એટલે કે, બસ, મેટ્રો, રેલ એ બધા પોતપોતાની રીત પ્રમાણે ન ચાલવા જાેઈએ, પરંતુ સામૂહિક પ્રણાલી તરીકે કામ કરવું જાેઈએ, એક બીજાને પૂરક બનાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજે સુરતની આબાદીને જાેઇએ તો દેશનું આઠમું મોટું શહેર છે. જ્યારે દુનિયાનું ચોથુ સૌથી ઝડપી વિકસિત થતું શહેર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના શહેરો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વર્ષોથી અભૂતપૂર્વ વૃદ્ધિ જાેવા મળી છે. ખાસ કરીને ગામમાં છેલ્લા બે દાયકામાં માર્ગ, વીજળી અને પાણીની સ્થિતિમાં સુધારો થયો છે. ગુજરાતની વિકાસયાત્રામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ અધ્યાય છે. પીએમ મોદીએ જણાવ્યું કે, છેલ્લા ૬ વર્ષમાં દેશમાં આરોગ્ય સેવાઓ સંબંધિત યોજનાઓ શરૂ થઈ છે, ગુજરાતને પણ ખૂબ વ્યાપકપણે આ લાભ મળી રહ્યો છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગુજરાતના ૨૧ લાખ લોકોને નિઃ શુલ્ક સારવાર મળી છે.
આપણામાંના મોટા ભાગના લોકોએ તે સમય જાેયો છે જ્યારે ટ્રેન અને ટેન્કર દ્વારા ગુજરાતના ગામડાઓમાં પાણી પહોંચાડવું પડતુ હતું. હવે ગુજરાતના દરેક ગામમાં પાણી પહોંચ્યું છે. એટલું જ નહીં, હવે લગભગ ૮૦% ઘરોમાં નળમાંથી પાણી મળી રહ્યું છે. જળ જીવન મિશન અંતર્ગત રાજ્યમાં ૧૦ લાખ નવા જળ જાેડાણો પૂરા પાડવામાં આવ્યા છે. નળમાંથી પાણી ખૂબ જ જલ્દીથી ગુજરાતના દરેક ઘરે પહોંચશે. સિંચાઈ માટે, આજે ગુજરાતના એવા વિસ્તારોમાં પણ પાણી પહોંચ્યું છે, જ્યાં એક સમયે સિંચાઇ સુવિધા અશક્ય માનવામાં આવતી હતી. તે સરદાર સરોવર ડેમ, સોની યોજના, વોટર ગ્રીડનું નેટવર્કના કારણે. ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને લીલોતરી આપવા માટે વિસ્તૃત કામગીરી કરવામાં આવી છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, આજે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ભારતમાં છે. ભારતમાં સૌથી મોટો એફોર્ડેબલ હાઉસિંગ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ભારતમાં સૌથી મોટો આરોગ્ય વીમો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ભારતમાં ૬ લાખ ગામોને ઝડપી ઇન્ટરનેટથી જાેડવાનું કામ પણ ચાલી રહ્યું છે.SSS