Western Times News

Gujarati News

રાજ્યની શ્રેષ્ઠ કોવિડ હોસ્પિટલ એસવીપીમાં ૧૨ હજાર દર્દીઓએ સારવાર લીધી

Files Photo

એસવીપીને બે વર્ષ પૂર્ણ
બે વર્ષમાં અલગ અલગ રોગના ૧.૯૦ લાખ દર્દીઓને સારવાર આપવામાં આવી
(પ્રતિનિધિ)અમદાવાદ, સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચનું તા.૧૭.૧.૨૦૧૯ના રોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ. એસવીપી હોસ્પિટલના ઉદ્‌ઘાટનને ૨ વર્ષ પૂર્ણ થયાં છે. ગત ફેબ્રુઆરીથી કોવિડ-૧૯ની મહામારીનો પ્રકોપ ચાલુ થયેલ અને તેના અનુસંધાને અત્રેની હોસ્પિટલના તબીબો, રેસીડેન્ટ ડોક્ટરો તથા પેરામેડિકલ અને નર્સીંગ સ્ટાફને કોરોનાગ્રસ્ત અને શંકાસ્પદ દર્દીઓની સારવાર અને નિદાન અંગે સરકારની નિયત થયેલ ગાઈડલાઈન અને તબીબી સારવારની પદ્ધતિ બાબતે સઘન તાલીમ અને ઓરિએન્ટેશન કરવામાં આવેલ આઈસોલેશન આઈ.સી.યુ.અને વોર્ડમાં તબીબી સારવાર માટે મેડીસીન, પીડીયીટ્રીક અને એનેસ્થેસિયા વિભાગના તબીબી શિક્ષકો અને રેસીડેન્ટ ડોક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવેલ અને તેઓને કોવીડ-૧૯ના શંકાસ્પદ અને સંક્રમિત દર્દીઓની સારવાર સારુ તેઓને લગતી જુદી જુદી કામગીરી સોંપવામાં આવી હતી.

એસવીપી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવેલ અને ૧૨૦૦૦ જેટલા કોવિડના શંકાસ્પદ અને સંક્રમિત દર્દીઓની કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા સિવાય ખૂબ જ ઉત્કૃષ્ટ સારવાર કરવામાં આવી છે. કોવિડ-૧૯ની ગંભીર પરિસ્થિતિનો તાગ મેળવીને લોકડાઉનના સમયમાં પણ ખૂબ જ ટૂંકાગાળામાં મેડીકલ લીકવીડ ઓક્સિજનની ટેન્ક કાર્યરત કરવામાં આવી હતી. લોકડાઉનના સમયમાં પણ હોસ્પિટલના મેડિકલ, પેરામેડીકલ તથા અન્ય તમામ સ્ટાફ દ્વારા કોવિડ-૧૯ના સંક્રમણ તથા પોતાના જીવની સહેજ પણ પરવા કર્યા સિવાય રાત દિવસ કોવિડના દર્દીઓની ખૂબ જ સારસંભાળ સાથે સારવાર કરવામાં આવી હતી જે અંગે સમગ્ર વર્ષ દરમ્યાન ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ દ્વારા હોસ્પિટલની સેવાઓની જે કદર કરવામાં આવી તેની જુદા જુદા અખબારો, સોશિયલ મીડિયા તથા ટેલીવિઝનમાં ખાસ નોંધ લેવામાં આવેલ.

સદરહુ હોસ્પિટલ ખાતે ૧.૯૦ લાખ જેટલાં દર્દીઓએ ગત બે વર્ષમાં સારવાર મેળવેલ છે. હવે હોસ્પિટલ દ્વારા વધુને વધુ દર્દીઓને સારવાર આપી શકાય તે માટે નોન કોવિડ દર્દીઓની માટે ઈમરજન્સી સહિત તમામ ઓ.પી.ડી.તથા ઈન્ડોર પેશન્ટની સારવાર કાર્યરત કરવામાં આવી છે. જેનો દૈનિક ધોરણે ૩૦૦થી વધુ દર્દીઓ લાભ મેળવી રહેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.