Western Times News

Gujarati News

બંગાળમાં ભાજપની રેલીમાં TMC કાર્યકરો સાથે ઘર્ષણ

બંગાળમાં ચૂંટણી જીતવા ભાજપના હવાતિયાં -ભાજપે યોજેલી રેલી પર ટીએમસી કાર્યકરોએ પત્થરમારો કરતા બન્ને પક્ષોના કાર્યકરો વચ્ચે જાેરદાર અથડામણ થઈ

કોલકાતા,  પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને ટીએમસીએ અત્યારથી જ એડીચોટીનું જાેર લગાવી દીધું છે. બંગાળમાં પોતાનો પાયો મજબૂત કરવા માટે બીજેપી તમામ પ્રયાસ કરી રહી છે. અને થોડા થોડા દિવસોના અંતરે અહીં કેન્દ્રીય મંત્રીઓ સાથેની રેલી યોજે છે.

આજે બંગાળમાં કેન્દ્રીય મંત્રી દેબાશ્રી ચૌધરી અને બંગાળ બીજેપી પ્રમુખ દિલીપ ઘોષ અને બીજેપી નેતા સુવેંદુ અધિકારી સાથે ભાજપે રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં ટીએમસીના કાર્યકરોએ પથ્થરમારો કરી દીધો હતો. જે બાદ ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.

બીજેપીની રેલી નીકળી તે સમયે ટીએમસીની મહિલા વિંગ દ્વારા કાળા ઝંડા ફરકાવવામાં આવ્યા હતા. અને રેલીની સામે ટીએમસી કાર્યકરોએ ટીએમસીનો ઝંડા દેખાડ્યા હતા. આ સમયે રસ્તા પર રહેલાં અમુક કાર્યકરોએ ભાજપની રેલી પર પથ્થરો મારવાના શરૂ કરી દીધા હતા. જે બાદ બંને પાર્ટીઓનાં સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી.

નંદીગ્રામથી ચૂંટણી લડવાના પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના ર્નિણય બાદ બીજેપીએ નિશાન સાધ્યું છે. સાથે જ બીજેપીએ મમતા બેનર્જીના દક્ષિણ કોલકાતામાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. બીજેપીએ ટાલીગંજથી રાની રાસબિહારી એવન્યુ અને ડાયમંડ હાર્બરમાં રોડ શો નીકાળ્યો હતો. જેમાં બીજેપી પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ, કેન્દ્રીય મંત્રી દેવશ્રી ચૌધરી અને સુવેંદુ અધિકારી સામેલ હતા.

દિલીપ ઘોષે કહ્યું કે, મમતા બેનર્જીએ ગત ચૂંટણીમાં કહ્યું હતું કે તે ૨૯૪ સીટ પર ચૂંટણી લડશે. પણ તે ડરી ગઈ છે. શુભેંદુ અધિકારીએ કહ્યું કે, રાજ્યની જનતાએ મન બનાવી લીધું છે. તે નંદીગ્રામથી ચૂંટણી લડશે કે બીજે ક્યાંયથી જનતા તેમને ઉખેડીને ફેંકી દેશે. તેઓનો પરાજય નિશ્ચિત છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી કે તેઓ આ વખતે નંદીગ્રામમાંથી વિધાનસભા ચૂંટણી લડશે. મમતા બેનર્જી એ અહીં ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા શુભેંદુ અધિકારી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે નંદીગ્રામનું આંદોલન કોણે કર્યું, તેના પર તેમણે કોઇની પાસેથી જ્ઞાન લેવાની જરૂર નથી. આજે ખેડૂત આંદોલન કરી રહ્યા છે અને ભાજપના ત્રણેય કૃષિ કાયદા તરત પાછા લેવા જાેઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.