Western Times News

Gujarati News

નતાશા સ્ટેનકોવિક સસરાને યાદ કરીને ભાવુક થઈ

મુંબઈ: પિતાનું અવસાન થતાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. શનિવારે વહેલી સવારે હાર્ટ અટેક આવતાં ૭૧ વર્ષની વયે હિમાંશુ પંડ્યાનું અવસાન થયું હતું. પિતાના નિધનથી ‘પંડ્યા બ્રધર્સ’ ભાંગી પડ્યા છે

ત્યારે બંનેની પત્નીઓએ સોશિયલ મીડિયા પર સસરા સાથે વિતાવેલી ક્ષણોને વાગોળીને પોસ્ટ મૂકી છે. નતાશા સ્ટેનકોવિકે હિમાંશુ પંડ્યાની પરિવારના સભ્યો સાથેની વિવિધ તસવીરો શેર કરીને તેમને યાદ કર્યા છે. કેટલીક તસવીરોમાં હાર્દિક-નતાશાનો દીકરો અગસ્ત્ય દાદા સાથે જાેવા મળી રહ્યો છે.

એક વિડીયોમાં ‘ગૂગલી’ કહીને હિમાંશુભાઈ અગસ્ત્યને રમાડી રહ્યા હતા. નતાશાએ આ યાદો શેર કરતાં લખ્યું, હજી વિશ્વાસ નથી આવતો કે તમે અમને છોડીને જતા રહ્યા છો. તમે ઘરમાં સૌથી ક્યૂટ, ફની અને મજબૂત વ્યક્તિ હતા. તમે અમને ઘણી સુંદર યાદો આપી છે પરંતુ અમારું ઘર સૂનું કરી દીધું છે?

તમને અને તમારા ફની જાેક્સને ખૂબ યાદ કરું છું. હું ખુશ છું કે તમે તમારું જીવન બોસની જેમ જીવ્યા, તમે અમારા સાચા રોકસ્ટાર હતા? હું તમને ખાતરી આપું છું કે તમારા ગૂગલી અગસ્ત્યને જણાવીશ કે તેના દાદા કેટલા સુંદર વ્યક્તિ હતા.

ઊંચે ઉડો અમારા દેવદૂત, સ્વર્ગમાંથી હાસ્ય રેલાવતા રહો અને અમારા પર તમારા આશીર્વાદ હંમેશા રાખજાે અને બધા માટે આભાર? લવ યુ પપ્પા? નતાશાની આ પોસ્ટ પર મનોરંજન ઈન્ડસ્ટ્રીના કલાકારો કોમેન્ટ કરીને તેને સાંત્વના આપી રહ્યા છે. ત્યારે હાર્દિકના ભાઈ અને ક્રિકેટર કૃણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્માએ પણ સસરાને યાદ કરીને તેમની સાથેની વિવિધ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પંખુડીએ હિમાંશુભાઈને યાદ કરીને લખ્યું,

પંડ્યા પરિવારના અસલી રોકસ્ટાર. મેં તમારા જેવા વ્યક્તિ નથી જાેયા! તમે જીવનમાં અનેક જાેખમો ખેડ્યા છે અને એ પણ પોતાની શરતો પર. તમે તમારા બાળકોને સુંદર રીતે ઉછેર્યા છે અને તેઓ તમારો વારસો આગળ ધપાવશે. હું તમારા ગુડ મોર્નિંગ મેસેજ અને મારી ખબર અંતર પૂછતા મેસેજ મિસ કરીશ. તમારી સાથે હસવું, ગોસિપ કરવી અને બંને છોકરાઓની મજાક ઉડાવવાનું મિસ કરીશ. આ લાગણી વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી. આ ઘર તમારા, તમારા મનોરંજન અને સ્માઈલ વિના પહેલા જેવું નહીં રહે. વર્ષો સુધી તમારા જેવા પિતાતુલ્ય વ્યક્તિ સાથે રહેવાની તક મળી તે આશીર્વાદ છે. તમારા સ્વીટહાર્ટ અને ડાર્લિંગ તમને યાદ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.