સરદાર સરોવર ૧૩૨ મીટરની ઐતિહાસિક સપાટીને પાર
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજ્યમાં અને ઉપવાસમાં સારા વરસાદને કારણે ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણી તેની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. ડેમમાં પાણીની સપાટી ૧૩૨.૦૨ મીટરે પહોંચી છે જેના લીધે ડેમમાં રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટો ચાલુ કરવામાં આવ્યા છે.
હાલમાં સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી ૫૯,૯૩૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે ડેમના સાત દરવાજા ખુલ્લા હોવાથી ૧,૧૭,૫૧૯ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમમાં રિવર બેડ પાવર હાઉસના ૧૨૦૦ મેગાવોટના તમામ યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યા છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકાર શાસનમાં આવ્યા બાદ નર્મદા ડેમ પર દરવાજા લગાડવાની મંજૂરી મળી હતી.