ભારતે પહેલીવાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની હેટ્રિક લગાવી
ઓસ્ટ્રેલિયામા રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટ હરાયુ સિરીઝ જીતી વલ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાં પ્રથમ સ્થાને ભારત પહોચી ગયુ છે અાજે શુભમન ગિલની 91 અને પુજારાની વધુ એક અડધી સદીની મદદથી ભારતીય વિકેટકીપર ઋષભ પંત ભારતને વિજય અપાયો હતો આજના દિવસે પ્રારંભથી જ ભારતીય બેસ્ટમેનોએ એક છેડેથી ઝડપી બેડિગ કરી હતી સામા છેડે પુજારા ટકી રહેતા ભારતનો વિજય થયો હતો હવે ભારત ઘર અાગંણે ઈગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમશે
ભારતે બ્રિસ્બેન ખાતે ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયા શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. ભારતે પહેલીવાર સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. આ પહેલાં 2016-17માં આપણે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. જ્યારે 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ 2-1થી માત આપી હતી. ભારત અગાઉ ક્યારેય બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત 3 સીરિઝ જીત્યું નહોતું
ભારતની જીતમાં શુભમન ગિલ, ઋષભ પંત અને ચેતેશ્વર પૂજારાનું યોગદાન અમૂલ્ય રહ્યું. ગિલે 91, પંતે 89* અને પૂજારાએ 56 રન કર્યા. આ જીત બાદ BCCI સેક્રેટરી જય શાહે 5 કરોડ રૂપિયાનું બોનસ જાહેર કર્યું છે.
ઓસ્ટ્રેલિયા 32 વર્ષ ગાબામાં ટેસ્ટ મેચ હાર્યું છે. આ પહેલાં તેઓ 1988માં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યા હતા. તે પછી અહીં 24 ટેસ્ટથી અપરાજિત હતા. તેમજ આ બ્રિસ્બેનમાં સૌથી સફળ રનચેઝ છે. આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ અહીં ઓસ્ટ્રેલિયાના નામે હતો, તેમણે 1951માં વિન્ડીઝ વિરુદ્ધ 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.