સાબરમતી નદી પર 21મી જાન્યુઆરીથી સાબરમતી રિવર ક્રુઝ શરૂ થશે
બોટિંગના બુકીંગ માટે ૧૫ જેટલા ઓનલાઇન માધ્યમ જેવા કે મેક માઈ ટ્રીપ, ગોઆઈબીબો , બુક માઇ શૉ, ટ્રીપ એડ્વાઇસર, ફેસબુક શોપ અને ઇન્સટ્રાગ્રામ શોપ વગેરે દ્વારા કરી શકાશે
(પ્રતિનિધી દ્વારા) અમદાવાદ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નવા વર્ષની શરૂઆતમાં અમદાવાદની જાહેર જનતા માટે બોટિંગ તેમજ વૉટર સ્પોર્ટ્સ ની શરૂઆત કરવામાં આવી રહી છે. હાલના તબક્કે માં રિવરફ્રન્ટ ખાતે બે પોઇન્ટ પર બોટિંગ શરુ કરવામાં આવેલ છે. જેમાં એક પોઇન્ટ વલ્લભ સદન અને બીજો પોઇન્ટ ઉસ્માનપુરા નજીક શરુ કરવામાં આવેલ છે.
જેને લોકોનો ખુબ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. વલ્લભ સદન નજીક આવેલ બોટિંગ સ્ટેશન પર ઇસીએચટી દ્વારા બોટિંગની એક્ટિવિટી કરવામાં આવી રહી છે તથા ઉસ્માનપુરા નજીક આવેલ સ્ટેશન માટે ખોડલ કોર્પારેશન દ્વારા બોટિંગની એક્ટિવિટી કરવામાં આવી રહી છે.
ઈસીએચટી દ્વારા હાલના તબક્કામાં , કિડ્સ પેડલ બોટ, હાય સ્પીડ બોટ તથા એક્વા સાયકલ લોકો માટે ૧લી જાન્યુઆરી થી શરું કરવામાં આવી છે. જેમાં તેઓને લોકોનો સારો પ્રતિસાદ સાંપડ્યો છે. સીએચટી દ્વારા આ ઉપરાંત લોકો માટે અન્ય બોટિંગની સુવિધા માં પણ તેઓ વધારો કરશે જેમાં તેઓ સાબરમતી રિવર ક્રુઝ જેવી ઘણી બધી વોટર બેસ્ડ એક્ટિવિટિસ લોકો માટે શરુ કરશે.
જેના થી રિવરફ્રન્ટ પર આવનારા સહેલાણીઓ માટે રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે. ગુરુવાર થી શરૂ થનાર આ રિવર ક્રુઝ ૬૦ સિટર એસી ક્રુઝ છે. આ ક્રુઝ નોર્વે, ડેનમાર્ક થી મંગાવવામાં આવેલ છે. જેમાં સવારી કરીને લોકો ૨૦ મિનિટ સુધી નદીનો નયનરમ્ય નજરો જોઈ શકશે, જેમાં અમદાવાદ હેરિટેજ સિટીને લગતા વિડિઓ દેખાડવામાં આવશે. ક્રુઝમાં હાઈ ક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવમાં આવેલ છે જેનાથી સહેલાણીઓને સિનેમા ગૃહમાં બેઠા હોવાનો અનુભવ થશે. ક્રુઝની સવારી દર અડધા કલાકે ચાલુ રહેશે.
આ ક્રુઝની શરૂઆત આવતી કાલ તારીખ ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ થી કરવામાં આવશે. આજ દિન સુધી આશરે ૩૦૦૦ થી ૪૦૦૦ લોકો એ વલ્લભ સદન બોટિંગ સ્ટેશન પર બોટિંગનો આનંદ માણ્યો છે. ક્રુઝ ની તથા અન્ય બોટિંગ માટેની ટિકિટ વલ્લભ સદન કાઉન્ટર પર થી મળી રહશે.
આવનારા સમયમાં ઈસીએચટી દ્વારા બોટિંગના બુકીંગ માટે ૧૫ જેટલા ઓનલાઇન માધ્યમ જેવા કે મેક માઈ ટ્રીપ, ગોઆઈબીબો , બુક માઇ શૉ,ટ્રીપ એડ્વાઇસર, ફેસબુક શોપ અને ઇન્સટ્રાગ્રામ શોપ વગેરે દ્વારા ચાલુ કરશે, જેથી કરીને લોકોને બુકીંગ માટે સરળતા રહે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ની વેબસાઈટ પર થી પણ લોકો બુકીંગ કરી શકશે. આ ક્રુઝ વલ્લભ સદન થી ચાલુ કરીને એલિસ બ્રિજ સુધી જશે અને ત્યાં થી પરત ફરશે.
આ ઉપરાંત ઉસ્માનપુરા નજીક આવેલ બોટિંગ સ્ટેશન પર પણ ખોડલ કોર્પારેશન દ્વારા બોટીંગની શરૂઆત કરવામાં આવી છે. તેમાં પણ લોકો માટે વિવિધ પ્રકારની બોટિંગ એક્ટિવિટી ૧ લી જાન્યુઆરી,૨૦૨૧ થી શરું કરવામાં આવશે.