વેપારીઓના દબાણમાં જયપુર સહિત ૧૩ જીલ્લામાં નાઇટ કરફયુ હટાવાયો

પ્રતિકાત્મક
જયપુર, ગત કેટલાક દિવસથી વેપારીઓની માંગને કારણે ગહલોત સરકારે રાજયના તમામ જીલ્લાથી નાઇટ કરફયુ ખતમ કરી દીધો છે.આ સાથે જ સંબંધમાં રાતે ગૃહ વિભાગે આ સંબંધમાં ઔપચારિક આદેશ જારી કરી દીધો છે. મુખ્યમંત્રી ગહલોતે કોરોનાને લઇ બોલાવેલી સમીક્ષા બેઠકમાં નાઇટ કરફયુ ખતમ કરવા પર સહમતિ આપી હતી.
રાજયના અનેક વેપારી સંગઠન ઘણા સમયથી કોરોનાના મામલા ઓછા થવા પર પ્રદેશમાં નાઇટ કરફયુ હટાવવાની માંગ કરી રહ્યાં હતાં જયારે સુનાવણી ન થવા પર અલવર અજમેરમાં તો કારોબારીઓએ ત્યાં સુધી કહી દીધુ હતું કે જાે સરકાર નાઇટ કરફયુ નહીં હટાવે તો ફરીથી તેઓ આંદોલન કરશે. આથી મુખ્યમંત્રી નિવાસ પર થયેલ કોરોના સીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો અને આ સંબંધમાં હવે ગૃહ વિભાગ તરફથી આદેશ જારી કરવામાં આવ્યું છે પ્રદેશમાં ૩૧ જાન્યુઆરી સુધી નવી ગાઇડલાઇન જારી કરી છે. આ ગાઇડલાઇન બાદ સંબંધિત જીલ્લાના કલેકટર કરફયુ હટાવવા પર આદેશ જારી કરશે નાઇટ કરફયુ હટાવવાની સાથે જ હવે મોડી રાત સુધી બજાર ખુલ્લા રહેશે આ નિર્ણયનું તમામ વેપારી મંડળે સ્વાગત કર્યું છે.
નાઇટ કરફયુને ખતમ કરવાના નિર્ણય પર ઓલ રાજસ્થાન દુકાનદાર વ્યાપાર મહાસંધના જયપુર અધ્યક્ષ સુરેશ સૈનીનું કહેવુ છે કે નાઇટ કરફયુ હટાવવાના નિર્ણયથી બજારોમાં રોનક પાછી આવશે અને હવે તેનાથી વેપાર વધશે નાઇટ કરફયુના કારણે વેપારીઓની સ્થિતિ ખુબ નબળી થઇ ગઇ હતી. હવે બજારો પહેલાની જેમ મોડી રાત સુધી ખુલ્લી રહેશે
એ યાદ રહે કે રાજયના ૧૩ જીલ્લામાં રાતે આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફયુ લાગુ હતો પ્રદેશમાં દિવાળી બાદ કોરોનાના મામલા વધતા પહેલા આઠ અને બાદ ૧૩ જીલ્લામાં નાઇટ કરફયુ લગાવાયો હતો.HS