Western Times News

Gujarati News

પદ્મ વિભૂષણથી સન્માનિત ડો વી શાંતાનું નિધન: મોદીએ શોક વ્યકત કર્યો

નવીદિલ્હી, અદ્યાર કેન્સર સંસ્થાનની વરિષ્ઠ ઓન્કોલોજિસ્ટ અને અધ્યક્ષ ડો.વી શાંતાનું આજે સવારે નિધન થયું છે તેઓ ૯૩ વર્ષના હતાં તેમણે ૨૦૦૫માં રેમન મેંગ્સેસ પુરસ્કાર આપવામાં આવ્યો હતો જયારે ભારત સરકારે ૨૦૧૫માં તેમને પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત વૈજ્ઞાનિક એસ ચંદ્રશેખર તેમના મામા અને જાણીતા વૈજ્ઞાનિક તથા નોબેલ પુરસ્કાર વિજેતા સી વી રમન તેમના નાના ભાઇ હતાં ડો શાંતના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુખ વ્યકત કર્યું છે.

ગઇકાલે રાતે તેમને છાંતિમાં દુખાવાની ફરિયાદ બાજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છ.કેન્સર ઇસ્ટીટયુટના સુત્રોએ કહ્યું કે આજે વહેલી સવારે ૩.૫૫ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં તેમના પાર્થિવ દેહને ઓલ્ડ કેન્સર ઇસ્ટીટયુટ પરિસરમાં લઇ જવામાં આવ્યો છે જેને તેમણે પોતાના ગુરૂ ડો કૃષ્ણમૂર્તિની સાથે મળી બનાવ્યું હતું. ડો શાંતા હોસ્પિટલમાં દાખલ થતા પહેલા સુધી સક્રિય હતાં મહામારીના સમયે પણ તે આરોગ્ય સંબંધી નવી પડકારોને લઇ ચિંતિત હતાં તેમની સંસ્થાન જે લોકો સારવાર માટે પૈસા આપી શકતા ન હતાં તેમને મફતમાં સારવાર કરાવી શકતા હતાં.

મોદીએ કહ્યું કે ડો શાંતાને વરિષ્ઠ ગુણવત્તાવાળી કેન્સર દેખભાળ સુનિશ્ચિત કરવાના તેમના ઉત્કૃષ્ટ પ્રયાસો માટે યાદ કરવામાં આવશે અદ્યાર ચેન્નાઇમાં કેન્સર સંસ્થાન ગરીબો અને દલિોની સેવા કરવામાં સૌથી આગળ રહ્યું છે મને ૨૦૧૮માં સંસ્થાનની પોતાની યાત્રા યાદ છે ડો વી શાંતિના નિધનથી દુખી છું ઓમ શાંતિ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.