અમદાવાદના ૩પ વોર્ડમાં પાણી પીવાલાયક નથી
મોટાભાગના નમુનાઓ નિષ્ફળ : પ્રદુષિત પાણી તથા ગટરનું પાણી મિશ્રિત હોવાનું તારણઃ છેલ્લા સપ્તાહમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો, રોગચાળો વકરતા તંત્ર દોડતું થયું |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વરસાદે વિરામ લીધા ાદ શહેરમાં પાણીજન્ય રોગચાળમાં સો ટકા વધારો થતાં તંત્ર હરકતમાં આવી ગયુ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વચ્છતા અભિયાન તથા આરોગ્ય અંગેના અનેક દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. શહેરના નગરજનોને સ્વચ્છ પાણી ન મળવાની અનેક ફરીયાદો હોવા છતાં મ્યુનિસિપલ તંત્રના બહેરા કાને આગળ જંગલમાં રૂદન કરવા જેવી નીવડી છે. સ્થાનિક કોર્પોરેટરો પણ સમસ્યાના ઉકેલ લાવવામાં તદ્દન નિષ્ફળ નિવડ્યા છે. ચૂંટણી સાથે ઘરે ઘરે પ્રચારાર્થેે જાવા મળતા કોર્પોરેટરો ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોવાનો નગરજનો અહેસાસ કરી રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અમુલ ભટ્ટ, મેયર બિજલબેન પટેલ, તથા મ્યેનિસિપલ કમિશ્નર અધિકારીઓ પર વિશ્વાસ મુકી તંત્ર ચલાવતા હોય તેમ જણાય છે. સમગ્ર શહેરોનો એક પછી એક વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં સ્વચ્છતાના નામે મીંડુ જાવા મળે. ઠેર ઠેર મચ્છરોનો ઉપદ્રવ જાવા મળી રહ્યો છે. જેને કારણે ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટી મેલેરીયા, ટાઈફોઈડ, તાવ જેવા રોગોએ માથુ ઉંચક્યુ છે.
ચોંકાવનારી વિગત એવી છે કે તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોેરશન તરફથી ૩પ વોર્ડમાંથી પાણીના સેમ્પલો તપાસાર્થેે મોકલતા ૧૩૮ જેટલા પાણીના નમુનાઓ ફેઈલ ગયા હતા.
નવરંગપુરા, બાપુનગર, નિકોલ, પાલડી, વાસણા, સરખેજ, બહેરામપુરા, સરદારનગર, લાંભા-વટવા રામોલ ચાંદખેડા, કોટ વિસ્તારમાંથી તંત્રે પાણીના નમુનાઓ તપાસાર્થે મોકલ્યા હતા. જેમાં મોટાભાગના નમુનાઓ નિષ્ફળ જણાયા હતા. જે આરોગ્યને નુકશાનકારક હોવાનું જણાયુ હતુ. તંત્રને જાણ થતાં જ તંત્ર દોડતું થયુ છે.
અત્યાર સુધીમાં નગરજનોને પાણી આરોગ્યવર્ધક તથા કેલેરીયુક્ત મળતું હોવાનું જણાવતાં તંત્રને આ સમાચારે સજ્જડ તમાચો માર્યો છે. મોટાભાગના પાણીમાં ગટરનું પાણી મિશ્રિત હોવાનું જણાયુ હતુ.
શહેરમાં ડેન્ગ્યુ, ઝાડાઉલ્ટી, મેલેરીયા, ટાઈફોઈડ, તાવના દર્દીઓથી શહેરના ખાનગી દવાખાના, હોસ્પીટલો તથા વાડીલાલ સારાભાઈ હોસ્પીટલ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ત્યારે તંત્રના અધિકારીઓ સબસલામત હોવાનો દાવો કરી રહ્યા છે.