અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારી, યુવતીનું મોત
રાજકોટ: રાજકોટ શહેરમાં માત્ર ચાર દિવસની અંદર જ અકસ્માતની ત્રણ ત્રણ ઘટનાઓ સામે આવી છે . ત્યારે ત્રણ પૈકી અકસ્માતની બે ઘટનાઓમાં બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે જ્યારે કે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી હતી.
અકસ્માત સર્જયા બાદ વાહનચાલક ફરાર થઈ જતા પોલીસે હિટ એન્ડ રન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના કોઠારિયાના ધન લક્ષ્મી પેટ્રોલ પંપ નજીક રહેતી તેમજ જલારામ હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી છાયા વજુભાઈ રૈયાણી મંગળવારના રોજ સવારે પોતાનું એકટીવા લઈને હોસ્પિટલ ખાતે નોકરી કરવા જતી હતી.
જે સમયે પુનિત નગર ના ટાંકા પાસે તે જ્યારે પહોંચી હતી. ત્યારે અજાણ્યા વાહનચાલકે તેના એક્ટિવાને ટક્કર મારી હતી. ત્યારે રાહદારીઓ દ્વારા છાયા ને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જાેકે ગંભીર ઇજા પહોંચવાના કારણે છાયા હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજયું હતું ત્યારે હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૃતક છાયા બે બહેન અને એક ભાઈ માં નાની હતી. તેના પિતા વજુભાઈનું છ મહિના પહેલાં જ અવસાન થવા પામ્યું હતું. ત્યારે છ મહિનાના સમયગાળામાં રૈયાણી પરિવાર એ ઘરના મોભી તેવા વજુભાઈ તેમજ આધાર સ્તંભ દીકરીને અકસ્માતમાં ગુમાવતાં પરિવારમાં ગમગીની માહોલ છવાયો છે.
ઉલ્લેખનીય છે કે ગત રવિવારના રોજ સવારના ભાગે શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથ પરા નજીક ઓવરબ્રિજ નીચે પાડી સાથે બાઈક અથડાતાં યુવક ઉલડીને પુલ પરથી નીચે પટકાયો હતો. ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓએ તાત્કાલિક અસરથી ૧૦૮ તેમજ રાજકોટ શહેર પોલીસને જાણ કરી હતી.
ત્યારે બનાવની જાણ થતાની સાથે જ ૧૦૮ની ટીમ તેમજ રાજકોટ શહેર પોલીસની બી ડિવિઝન ઘટનાસ્થળ પર પહોંચી હતી. ક્યારે ઘટના સ્થળ પર પહોંચેલી ૧૦૮ ની ટીમે યુવક પુજન રાજ નિલેશભાઈ ચાવડાને મૃત જાહેર કર્યો હતો. જ્યારે કે બી ડિવિઝન પોલીસના અધિકારીઓ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી યુવકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.