બોગસ ડોક્યુમેન્ટના આધારે ૫.૬૮ કરોડની લોન લઇ ઠગાઈ
કંપનીના વાહનો ન હોવા છતાં હયાત બતાવી કરોડોની લોન લેનાર ટોળકી સામે વધુ એક પોલીસ ફરિયાદ-કંપનીના ચાર મેનેજર અને ચાર ડીએસએ સહીત ૨૪ આરોપીઓ સામે ગુનો નોંધાયો
સુરત, શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા અને ટાટા કંપનીના વાહનો ન હોવા છતાં વાહનો હયાત બતાવી કરોડો રૂપિયાની લોન લઇ ઠગાઈ કરતી ટોળકી સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. અગાઉ યશ બેન્ક સાથે ૮.૬૪ કરોડની ઠગાઈ કરનાર ટોળકી સામે ટાટા મોટર્સ ફાયનાન્સ સોલ્યુસન લી. કંપની સાથે ૫.૬૮ કરોડની ઠગાઇનો ગુનો નોંધાયો છે.
હાલ તો પોલીસે ટાટા મોટર્સ ફાયનાન્સ સોલ્યુસન લી. કંપનીના ચાર મેનેજર તથા ચાર ડીએસએ સહીત કુલ ૨૪ આરોપીઓ સામે ૫.૬૮ કરોડની છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનના અને હાલમાં અમદાવાદમાં ચાંદખેડામાં રહેતા પ્રિયવ્રતસિંગ દુર્ગાદાન ચારણ એ ગતરોજ શહેરના અઠવા પોલીસ મથકમાં ૫.૬૮ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું થયુ કે મજુરાગેટ આઈ.ટી.સી. બિલ્ડીંગ ગ્રાઉન્ડ ફલોર ખાતે જી-૪/૫, માં તેમની ટાટા મોટર્સ ફાયનાન્સ સોલ્યુસન લી. કંપની આવેલી છે.
જેમાં ગત તારીખ ૧૧/૦૫/૨૦૧૭ થી અત્યારસુધીમાં આરોપીઓએ અલગ અલગ ગુન્હાહીત કાવતરૂ રચી કંપની એ ઉત્પાદન જ કરેલ ન હોય તેની હયાતી બતાવી ટ્રકો અંગે ખોટા ડોક્યુમેન્ટ બનાવી જે ખોટા ડોક્યુમેન્ટ કંપનીમાં રજુ કરી કંપનીમાંથી લોન મેળવી લેતા હતા. આરોપીઓએ ટ્રકો અંગે બોગસ અને બનાવટી દસ્તાવેજો તેમજ ખોટી વિમા પોલીસીઓ બનાવી જે દસ્તાવેજો બોગસ અને બનાવટી હોવાનુ જાણવા છતા કંપનીમાં રજુ કરી ખોટી રીતે લોન લઈ લોનના બાકી કુલ્લે રૂ.૫,૬૮,૨૮,૪૨૫ ભરપાઈ નહી કરી ઠગાઈ કરી હતી.
જેમાં ટાટા મોટર્સ ફાયનાન્સ સોલ્યુસન લી. કંપનીમાં ફરજ બજાવતા ચાર મેનેજર અને ચાર ડીએસએ પણ સાથ આપ્યો હતો. ચાર મેનેજર તથા ચાર ડીએસએ સાથે ફીલ્ડ ઈન્વેસ્ટીગેશન કે.પ્રવિણચંદ્ર એશોસિએટ તથા વેલ્યુઅર વી.કે.એશોસિએટના કર્તા વિશાલ ડી.કોઠારીએ પણ પોતાના આર્થિક લાભ માટે આરોપીઓએ રજુ કરેલ પુરાવાઓ તેમજ વાહનોની વેરીફાઈ કર્યા વગર તપાસણી રીપોર્ટ કંપનીમાં બતાવી આરોપીઓને મદદ કરી હતી. હાલ તો પોલીસે તમામ સામે ૫.૬૮ કરોડની ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોની કોની સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
આશિષ બાલુભાઇ કાકડીયા (રહે. જી-૧૦૪ રૂષીકેશ એપાર્ટમેન્ટ વિરાજ ચોક પાસે સરથાણા જકાતનાકા), ઇમરાન કાલુભાઇ પઠાણ (રહે.૨૧૩ રહેમતનગર રોડ વાલક,મીરીક હ્યુંડાઇ શો રૂમ પાસે વાલક પાટીયા), જગદીશ કનુભાઇ ગોંડલીયા (રહે. ૩૬ શિવસાંઇ પાર્ક સોસાયટી વરાછા રોડ નાના વરાછા),
વિપુલ બાબુભાઇ વધાસીયા (રહે. ૧૬૨ પુનિત ધામ સોસાયટી મોટા વરાછા), સંજય જીવરાજભાઇ સતોડીયા (રહે. એ-૬૦૨ શાલીગ્રામ સ્ટેટ, ઉત્રાણ એમ ક્રોપ માર્વેલ લક્ઝુરીયસ ની બાજુમાં), વિનોદ પરષોત્તમભાઇ દુધાત (રહે. ૨૪૦ કવિતા રો હાઉસ વિભાગ-૧ સરથાણા જકાતનાકા નવજીવન હોસ્પીટલ પાસે),
રીટાબેન કપિલભાઇ કોઠીયા (રહે.૨૦૧ સોના એપાર્ટમેન્ટ રાજહંસ ટાવર પાસે મોટા વરાછા), બુધાભાઇ બાલાભાઇ મેઘાણી (રહે. બી-૨૦૧ જેવેલ રેસીડેન્સી કતારગામ ગજેરા સ્કુલની બાજુમાં કતારગામ), અશોક નાથુભાઇ ચૌધરી (રહે. એ/બી-૭૧ કુબેરનગર -૧ કતારગામ રોડ), રમેશ ભિખાભાઇ વસોયા (રહે. ૯૦ મમતાપાર્ક સોસાયટી કાપોદ્રા),
તૃપેશ રમેશભાઇ ભુવા (રહે. ૪૮ કૃષ્ણા પાર્ક સોસાયટી સરથાણા), અફઝલ અનવરભાઇ અગવાણ (રહે. ૭૦૪ રહેમતનગર રોડ વાલક,હ્યુંડાઇ શો રૂમ પાસે વાલક પાટીયા), મહેશ ગોવિંદભાઇ ચલોડીયા (રહે. ડી-૨૪ સાગર સોસાયટી મુરઘા કેન્દ્ર પાસે કાપોદ્રા), હિતેશ મુળજીભાઇ રાઘવાની (રહે. બી-૮૦૩ કિસ્ટલ હાઇટસ પાલનપુર ગામ), તથા “ટાટા મોટર્સ ફાયનાન્સ સોલ્યુસન લી. કંપની”મા કામ કરતા મેનેજર-નિલેશ સુરતી, મેનેજર-ઇશાન ભાવસાર, મેનેજર-ઉર્ચિત શાહ, મેનેજર-શરદ રતનજી પટેલ, ડી.એસ.એ-પ્રગણા માલવ, ડી.એસ.એ-બીના કે. શાહ, ડી.એસ.એ.-ડીમ્પલ આશિષ ચોક્સી, ડી.એસ.એ.- આનંદ ડી.ભોયટે, ફીલ્ડ ઈન્વેસ્ટીગેશન કે.પ્રવિણચંદ્ર એશોસિએટ, વેલ્યુઅર વી.કે.એશોસિએટના કર્તા વિશાલ ડી.કોઠારી.