ઉંચી શ્રધ્ધા હોય તો નિર્માલ્યપણું ન રહે
એક રાજા પાસે એક અપરાધી વ્યકિતને રજુ કરવામાં આવી. આ પુરુષે અક્ષમ્ય અપરાધ કર્યો હતો. એણે પોતાની નિરપરાધ પત્નીનો ત્યાગ કર્યો હતો.અને બીજી સ્ત્રીને પરણી લાવ્યો હતો. આ અન્યાય સમાજ કેવી રીતે સહન કરે ? રાજાએ થાકેલી અને હારેલી લુખ્ખા વાળવાળી તેની સ્ત્રીને જાેઈ.
ગરીબોએ પોતાનો સમગ્ર ખજાનો અહી ઠાલવી ન દીધો હોય ! રાજાનું મન પીગળી ગયું. કરૂણા ભરેલા સ્વરે તેણે તે સ્ત્રીનું પૂછયું. શું તું એકલી પડી છે, તને હવે કોઈનો સહારો રહયો નથી ?’
પરંતુ દયામણું મો કર્યા વિના પેલી સ્ત્રીએ ટટ્ટાર થઈ માથું ઉચકયું અને આંખોમાં આશાની ચમક સાથે સ્થિર વાણીમાં બોલી, નહીં મહારાજ ! નહી !” સમગ્ર સભા અને તેનો પતિ પણ આશ્ચર્ય પામ્યો તે સ્ત્રી ત્યારે હસી.
તે હાસ્ય અલૌકિક હતું અને પછી એણે જ કહ્યું તે સાંભળીને સ્વર્ગના દેવતાઓ પણ શ્રધ્ધાથી મસ્તક નમાવી ઉભા રહયા. તે બોલી, ‘મારા તો ત્રણ મદદગાર છે, યમરાજ !’ એક મારા હાથ, બીજાે પ્રમાણિકતા અને ત્રીજાે મારો ભગવાન !’
આ ત્રણ સહારા હોવા છતાં હું સહારા વગરની, એકાકિની છું એમ શી રીતે મારી જાતને માનું ! આવી ઉંચી શ્રધ્ધા હોય તો નિર્માલ્યપણું ન રહે. નવી આશા, નવા ઉમંગો આવી શ્રધ્ધામાંથી જન્મે, રોતલવેડા ચાલ્યા જાય. આસ્થા એ મોટી મુડી છે.