કાયરતા છોડીને….શૂરવીર બનો
અમુક માનવીઓ જન્મ જાતથી જ કાયર હોય છે. નાની કે મોટી કોઈ પણ જાતની તકલીફ ઉભી થતાં તે ગભરાઈ જાય છે અને હિંમત ખોઈ નાખે છે અને મુસીબતોનો નિવેડો કેવી રીતે લાવવો તેની મથામણમાં જ અટવાયેલો રહે છે.
કાયરતા એક જાતની નિષ્ફળતાની નિશાની જ છે. અને આ નકારાત્ભક પગલાંથી તે કદી આગળ આવી શકતો નથી. શારીરિક રીતે માનવી સજ્જ ન હોય પણ હિંમતવાન હોય તો તે કદી પાછો પડતો નથી. કાયરતા દૂર કરવા એકલા બળની જ જરૂર નથી પરંતુ કળની પણ જરૂરત રહે છે. નીડર બનવાથી ડર અલોપ થઈ જાય છે.
વડીલોએ કે મા-બાપે પોતાના દીકરા કે દીકરીઓને બાળપણથી જ હિંમતવાન બનાવવા જાેઈએ. ગમે તેવી મુસીબતો પાર પાડવા કે ગમે તેવા કપરાં સંજાેગોમાંથી પસાર થવું પડે કે શારીરિક કે માનસિક યાતના વેઠવાનો વારો આવે તો જરી પણ ડગ્યા વિના સામનો કરતાં શીખવાડવું જાેઈએ.
જાે ડર ગયા વો મર ગયા આ વાક્ય હરહમેંશ મનમાં યાદ રાખવાથી બાક્ળકને હિંમત રહેશે.આજકાલ પ્લે ગ્રુપથી માંડીને કોલેજ સુધીમાં વિવિધ વર્ગો ચાલતા હોય છે જેમાં કસરત, યોગા, કરાટે માનસિક ચિકિત્સાના પાઠો પણ શીખવાડવામાં આવે છે. આજકાલ આ આધુનિક જમાનામાં અમુક લોકોના વિચારોમાં કે સ્વભાવમાં સ્વાર્થવૃતિ ભળી જતાં તેઓ છેતરપીંડી કે દાદાગીરી બતાવી પોતાનો લાભ ખાટવા પ્રયત્ન કરતાં હોય છે.
હાલ આ જમાનો કળિયુગ તરફ જઈ રહ્યો છે જેથી માનવીએ કાયરતા છોડીને નીડર બની લોકો સમક્ષ ઝઝૂમતા રહેવું જ પડશે. નીડર બનીને પોતાનું તથા પોતાના પરિવારનાં સભ્યોનું પણ રક્ષણ કરવું પડશે. નીડર બનવામાં તન કરતાં મન મજબૂત હોવું જરૂરી છે.
જે માનવી નબળો હશે તે હરહમેંશ કાયરતાથી ઘેરાયેલો રહેશે. આવી પ્રકૃતિનાં વ્યક્તિઓએ શિવાજી મહારાજ, રાણા પ્રતાપ, નેપોલિયન બોનાપાર્ટ, મહાવીર તીર્થંકર, રાણી લક્ષ્મીબાઈ, સુભાષચંદ્ર બોઝ તથા ભગતસિંહના ઈતિહાસ વાંચવા જાેઈએ. ગભરૂ માનવી કોઈ પણ ક્રિયા કરતાં કાંઈ જ ઉપજાવી શકતો નથી.
હું આમ કરી શકીશ કે નહિ? તેવા નકારાત્મક વિચાર જ કાયરતાને આમંત્રે છે. પણ જાે મનમાં સંકલ્પ કરીને હકારાત્મક વિચાર લાવશે તો જ શૂરવીર બની શકશે.
નાના બાળકોને બાળપણથી શૂરવીરની વાર્તાઓ કહેવાથી તેનાં મન પર સારી અસર પડતાં ભવિષ્યમાં મોટા થતાં તે નીડર, હિંમતવાન અને શૂરવીર બની શકે છે.