ચીનમાં ફરીથી ઝડપથી વધી રહ્યો છે કોરોના વાયરસ,
બેઈજિંગ, બેઈજિંગમાં કોરોના સંક્રમણની સંખ્યા ગત ત્રણ સપ્તાહથી અચાનક વધી રહી છે. માર્ચ 2020 બાદ ચીનના શહેરોમાં કોરોનાની સંખ્યા અહીં સૌથી વધુ ઝડપથી વધી રહી છે. ચીન સરકારે કહ્યું કે, તે 10 ડિસેમ્બર બાદ બેઈજિંગ આવેલ બધા જ વિદેશીઓની તપાસ કરાવશે.
આમ રાજધાનીમાં કોરોનાની સંખ્યામાં અચાનક આવતા વધારાને કારણે કરવામાં આવે છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે બુધવારે જણાવ્યું કે, બેઈજિંગમાં 19 જાન્યુઆરીના કોરોના સંક્રમણના 103 કેસ સામે આવ્યા જ્યારે આ પહેલા 18ના રોજ 118 કેસ સામે આવ્યાની જાણકારી છે.
ઉત્તર-પૂર્વી પ્રાંત જિલિનમાં 46 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે બેઈજિંગમાં નજીકના હેબઈ પ્રાંતમાં 19 કોરોના પ્રભાવિત દર્દીઓ મળ્યા.
ડાક્સિંગમાં સંક્રમિત લોકો મળ્યા બાદ નજદિકનું તિયાગોંગ યુઆન મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યું. અને તમામ સુરક્ષાત્મક પગલા લેવાઈ રહ્યા છે. 2019ના છેલ્લા મહિનાઓમાં ચીનના વુહાનમાં પણ કોરોના વાયરસ ફેલાયો હતો.
ઉત્તરી-પૂર્વી વિસ્તારોમાં જ્યાં કોરોના સંક્રમણના કેસ એકદમ વધ્યા છે. ત્યાં પણ લોકડાઉન કરાયું છે, જવા-આવવા પર રોક લગાવી છે અને મોટા પાયે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. હેબેઈ, જિલિન અને હેલાંગજિયાંગ પ્રાંતમાં લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
જિલિનના સોંગયુઆન શહેરને બંધ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર અને સત્તાસીન કમ્યુનિસ્ટ પાર્ટીની સંયુક્ત બેઠકમાં બચાવ ઉપાયમાં કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે.