Western Times News

Gujarati News

પુલવામાનો હુમલો સુનિયોજિત રાજનીતિ ષડયંત્ર હતું: શિવસેના

મુંબઇ, શિવસેનાએ અર્નબ ગોસ્વામી ચેટ લીક કેસમાં ભાજપ પર સવાલ ઉઠાવતા એક ગંભીર આરોપ લગાવ્યો છે.શિવસેનાએ સામાનામાં મોટો આરોપ લગાવતા લખ્યું છે કે એક તો પુલવામામાં આપણા સૈનિકોની હત્યા આ દેશાંતર્ગત રાજનૈતિક ષડયંત્ર હતું. લોકસભા ચુંટણી જીતવા માટે આ ૪૦ જવાનોનું લોહી વહેવડાવવામાં આવ્યું આવા આરોપ તે સમયે પણ લાગી રહ્યાં હતાં હવે અર્નબ ગોસ્વામીનો જે વોટ્‌સએપ ચેટ બહાર આવ્યો છે તે આ આરોપોને વધારે મજબુત કરે છે.

શિવસેનાએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાથી સંબંધિત એક ગોપનીય વાતો ગોસ્વામીએ જાહેર કરી દીધી તેના પર ભાજપ તાંડવ કરેમ કરતી નથી ચીને લદ્દાખમાં ધુસી હિન્દુસ્તાની જમીન પર કબજાે કર્યો ચીન પીછેહટ કરવા તૈયાર નથી તેના પર તાંડવ કેમ થતો નથી ગોસ્વામીને ગોપનીય માહિતી આપી રાષ્ટ્રીય સુરક્ષાની ઉપેક્ષા કરનાર અસલીમાં કોણ હતાં જરા માહિતી મળવા દો.ગોસ્વામી દ્વારા ૪૦ જવાનોની હત્યા પર આનંદ વ્યકત કરવો આ દેશ દેવ અને ધર્મનું જ અપમાન છે.

સામનાએ ભાજપની ટીકા કરતા લખ્યું છે જે ભાજપ તાંડવના વિરોધમાં ઉભી છે ત્યાં ભારત માતાનું અપમાન કરનારા તે અર્બન ગોસ્વીમીના સંબંધમાં મોંમાં આંગળી દબાવીને કેમ ચુપ બેઠી છે હિન્દુસ્તાની સૈનિકો અને તેમની શહાદતનું અપમાન જેટલું ગોસ્વામીએ કર્યું છે એટલું અપમાન પાકિસ્તાનીઓએ પણ નથી કર્યું

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ રક્ષા મંત્રી એ કે એન્ટોની સહિતના નેતાઓએ આ સમગ્ર મામલાની તપાસ કરાવવા અને સરકારી ગોપનીયતા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે સમગ્ર મામલાને સંસદમાં ઉઠાવવાનો પણ સંકેત આપ્યો છે. કોંગ્રેસનું કહેવુ છે કે આ પ્રકરણમાં જે સચ્ચાઇ છે તેને સરકારે બહાર લાવવી જાેઇએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.