Western Times News

Gujarati News

નર્મદામાં પાણી ઓસર્યા બાદ પણ ઝઘડિયાના ગોવાલી ગામની સીમની ૨૦૦ એકરથી વધુ જમીન પાક સાથે પાણીમાં ગરકાવ

નેશનલ હાઈવેના વિસ્તૃતીકરણ બાદ તંત્રએ પાણી નીકળવાની કોઈ વ્યવસ્થા કરી આપી નથી
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાની ગોવાલી ગ્રામ પંચાયતે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે જ્યારથી નેશનલ હાઈવેનું વિસ્તૃતીકરણ થયું છે ત્યાર થી ગોવાલી ગામની ટોલટેક્સ નજીક આવેલી ૨૦૦ એકડ થી વધુ જમીનમાં નર્મદાના પાણીનો ભરાવો રહે છે.પહેલા નર્મદામાં આવતા પૂર અને ડેમ માંથી આવતા પાણી એકાદ બે દિવસમાં કુદરતી રીતે નીકળી જતા હતા પરંતુ હાઈવેની કામગીરી બાદ અને ટોલટેક્સ વિસ્તારમાં બાંધકામ થયા બાદ પાણી નીકળતા નથી.બાંધકામ બાદ તંત્ર દ્વારા કોઈ પાણીનો નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

છેલ્લા કેટલા સમયથી સરદાર સરોવર ડેમની કામગીરી અને જિલ્લા વહીવટી તંત્રની કામગીરી ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના લોકો માટે અભિશાપરૂપ બની રહી છે.જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિયર ડેમની કામગીરીમાં ખુબ વિલંબ કરાઈ રહ્યો છે બીજી તરફ ઉનાળામાં દરિયાના પાણી ઝઘડિયા તાલુકાના નર્મદાના કાંઠાને ખારાશ વારો કરી નાખ્યો હતો ત્યારે ડાઉન સ્ટ્રીટમાં ડેમ પરથી પાણી આપવાની જરૂર હતી પણ કોઈએ આ વાત કાને લીધી નહિ અને કાંઠા વિસ્તારના લોકો કકળતા રહ્યા અને લોહી બાળ્યું હતું, કોઈ આ બાબતે સચેત બન્યું ન હતું.નર્મદામાં પાણીની મોટી આવક થતા ડેમમાંથી ડાઉન સ્ટ્રીટમાં પાણી વહેવડાવતા કાંઠા વિસ્તારની લગભગ સીમો જળ બમ્બાકાર બની હતી.હાલમાં નર્મદામાં પાણી ઓસળી ગયા છે છતાં કેટલીય સીમો માંથી પાણી નીકળ્યા નથી.

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામની આવીજ પરિસ્થિતિ છે.ગ્રામ પંચાયત ગોવાલી દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને જણાવ્યું છે કે નેશનલ હાઈવેના ટોલટેક્સની પૂર્વ બાજુએ ખેડૂતોને ગંભીર સમસ્યા ઉદ્દભવેલ છે તેમણે જણાવ્યું છે કે અગાઉ જયારે નર્મદાનું પાણી ગોવાલી ગામની સીમમાં આવતું ત્યારે કુદરતી રીતે એક કે બે દિવસમાં નીકળી જતુ હતું પરંતુ એલ એન્ડ ટી અને નેશનલ હાઇવે દ્વારા ટોલટેક્સ બાંધકામ ની કામગીરી કરતા માટી પુરાણ,પથ્થરોની દીવાલ બનાવતા હવે આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.ચાલુ વર્ષે ડેમ માંથી નર્મદામાં આવેલ પાણી હજી સુધી નીકળ્યા નથી, આશરે ૨૦૦ થી ૨૫૦ એકડ જમીનમાં ઉભા પાકને પાળાવાડ નુકસાન થઇ રહ્યું છે, ખેડૂતોનો કેળનો પાક બગડી રહ્યો છે.ખેડૂત પોતાના ખેતરો સુધી પહોંચી શકતો નથી ત્યારે કાંઠા વિસ્તારનો ખેડૂત કુદરત અને તંત્ર સામે લાચાર બન્યો છે.સંકટના સમયમાં પણ ખેડૂતોની વહારે કોઈ આવતું નથી તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.પાણી નિકાલનો કોઈ વિકલ્પ નહિ હોઈ સત્વરે ખેતરોમાં થી પાણી નીકળે તેવા પગલાં ભરવાગ્રામ પંચાયત દ્વારા જણાવાયુ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.