પી.કે.કોટાવાલા આટ્ર્સ કાલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા અનોખી રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી
(માહિતી બ્યુરો) પાટણ, આગામી રક્ષાબંધનના પર્વને અનુલક્ષીને પી.કે.કોટાવાલા આટ્ર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ધારપુર ખાતેની સરકારી હોસ્પિટલમાં દર્દીઓ તથા સ્ટાફને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભાઈની રક્ષા કાજે બહેન દ્વારા રક્ષાસુત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે. પાટણની પી.કે.કોટાવાલા આટ્ર્સ કોલેજના ઈતિહાસ વિભાગની ૨૦ જેટલી વિધ્યાર્થીનીઓ દ્વારા ધારપુર સરકારી હોસ્પિટલ ખાતે રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યું. હોસ્પિટલમાં દાખલ ૨૦૦ જેટલા દર્દીઓને તેમનીતંદુરસ્તી અને લાંબા આયુષ્યની મંગલકામના સાથે વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી બાંધી તથા મોં મીઠુ કરાવી રક્ષાબંધન ઉજવવામાં આવી. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ દ્વારા હોસ્પિટલના ડાક્ટર્સ તથા અન્ય સ્ટાફને રાખડી બાંધવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આર્ટસ કોલેજનાઆચાર્યશ્રી ડા. એલ.એસ.પટેલ, ઈતિહાસ વિભાગના અધ્યક્ષશ્રી ડા.જી.પી.શ્રીમળી, ધારપુર મેડિકલ કોલેજના ડીન અને મેડિકલ ઓફિસરશ્રી ડા. ગોસ્વામી, ડા. હિતેશભાઈ ગોસાઈ તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.