Western Times News

Gujarati News

કુખ્યાત કાલબેલિયા ગેંગના સાગરીતને મોડાસા ટાઉન પોલીસે હિંમતનગરથી દબોચ્યો

મોડાસામાં એસી અને કોમ્પ્રેસરની ચોરીમાં સંડોવાયેલ હતો  

અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે થોડા મહિના અગાઉ મોડાસા શહેરમાં દિવસે થ્રિ-વ્હીલર ટ્રોલી મોટર સાયકલ લઈ ભંગાર વીણવા નીકળી રાત્રે ચોરીની ઘટનાને અંજામ આપતી કાલબેલિયા ગેંગના સાગરીતને કુમકુમ પાર્ટી પ્લોટ પાછળથી ચોરી કરેલ ફ્રિજ અને એસીના કોમ્પ્રેસર અને આઉટડોર એસી સાથે પ્રેમનાથ નાથુલાલ કાલબેલિયાને ઝડપી પાડી મોડાસા કોલેજ રોડ પર આવેલ લાલા કુલિંગ અને સાગર એસી ફ્રીજ રીપેરીંગ નામની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો

અને ગેંગના અન્ય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથધરી હતી ત્યારે કાલબેલિયા ગેંગના વધુ એક સાગરીત વિનોદ ઉર્ફે જાંગડી રમેશ પરમારને હિંમતનગરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી કાલબેલિયા ગેંગના અન્ય સાગરીતોની ચોરીમાં સંડોવણી અંગે વધુ તપાસ હાથધરી હતી

મોડાસા શહેરના કોલેજ રોડ પર આવેલ લાલા કુલિંગ અને ફ્રિજ એસી રીપેરીંગ નામની દુકાન આગળ મુકેલ એસી અને ફ્રિજના કોમ્પ્રેસર અને એસી આઉટડોર ની ચોરીની ઘટના બનતા આ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી

આ અંગે ટાઉન પોલીસે સીસીટીવી કેમેરા અને બાતમીદારોને સક્રિય કરી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા ઝીણવટભરી તપાસ હાથધરી હતી જેમાં દિવસ દરમિયાન મોડાસા શહેરમાં થ્રિ-વ્હીલર ટ્રોલી મોટર સાયકલ લઈ ભંગાર વીણવા નીકળતી કાલબેલિયા ગેંગની સંડોવણી બહાર આવતા પોલીસે શહેરમાં ભંગાર વીણવા નીકળતી ગેંગનું પગેરું દબાવ્યું હતું

અને મોડાસા શહેરના મેઘરજ રોડ પર આ ગેંગે પડાવ નાખ્યો હોવાની બાતમી મળતા મેઘરજ રોડ પર આવેલ કુમકુમ પાર્ટી પ્લોટ પાછળથી કાલબેલિયા ગેંગના પ્રેમનાથ નાથુલાલ કાલબેલિયા (રહે,બાંસગામ,ઉદેપુર-રાજસ્થાન) ઝડપી પાડી ચોરી કરેલ એસી ફ્રિજના કોમ્પ્રેસર અને એસીનું આઉટડોર મળી રૂ.૨૯૦૦૦/- અને  થ્રિ-વ્હીલર ટ્રોલી મોટર સાયકલ મળી કુલ રૂ.૭૯૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પ્રેમનાથની સઘન પૂછપરછમાં અન્ય સાગરીતો પણ આ ચોરીમાં સંડોવયેલ હોવાનું જણાવતા ટાઉન પોલીસે કાલબેલિયા ગેંગના સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરતા કાલબેલિયા ગેંગના વધુ એક નામચીન ચોર વિનોદ ઉર્ફે જાંગડી રમેશ પરમાર (રહે,ડીંગરી-ઉદેપુર,રાજસ્થાન) ને હિંમતનગરને બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.