પાનોલી GIDCની વાસુદેવ ડ્રગ ઈન્ટરમિડીયેટ કંપનીમાં ત્રણ કામદારો દાઝયા
બોઈલરના ખુલ્લા ઢાંકણમાં લાકડા નાંખતી વખતે અચાનક ઝાળ લાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ વાસુદેવ ડ્રગ ઈન્ટરમિડીયેટ કંપનીમાં બોઈલર ના ખુલ્લા ઢાંકણ માં લાકડા નાખતી વખતે અચાનક ઝાળ લાગતા ત્રણ કામદારો દાઝી જતા સારવાર અર્થે અંકલેશ્વર ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી વાસુદેવ ડ્રગ્સ ઈન્ટરમિડીયેટ કંપનીમાં બોઈલરનું ઢાંકણ ખુલ્લું હતું.આ ઢાંકણમાં ત્રણ કામદારો લાકડા નાંખી રહ્યા હતા.
તે દરમ્યાન અચાનક આગની ઝાળ લાગતા દાઝી જતા કંપની સંચાલકોને ઘટનાની જાણ થતા આવી પહોંચી ત્રણેય કામદારો ને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.આ બનાવની જાણ તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.