કેમ્બ્રિજ એનાલિટિકા પર ૫.૬૨ લાખ ભારતીય ફેસબુક યુઝર્સના ડેટાચોરીનો આરોપ
નવીદિલ્હી, કેન્દ્રીય તપાસ એજન્સીએ (સીબીઆઇ) કેમ્બ્રિજ એનાલિટિકા વિરુદ્ધ ભારતીય ફેસબુક યુઝર્સનો ડેટાચોરી કરવાના આરોપમાં કેસ નોંધ્યો છે. સીબીઆઇએ આ કેસમાં યુકેની વધુ એક કંપની ગ્લોબલ સાયન્સ રિસર્ચ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરી છે. આ ડેટાચોરીમાં ૫.૬૨ લાખ ભારતીય યુઝર્સનો ડેટા સામેલ છે. આ અંગે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ફેસબુક-કેમ્બ્રિજ એનાલિટિકા ડેટાચોરી કેસની તપાસ સીબીઆઇ કરશે.
સીબીઆઇને જવાબ સોશિયલ મીડિયા કંપની તરફથી જણાવાયું છે કે ગ્લોબલ સાયન્સ રિસર્ચે ગેરકાયદે રીતે ૫.૬૨ લાખ ભારતીય ફેસબુક યુઝર્સનો ડેટા જમા કર્યો અને એને કેમ્બ્રિજ એનાલિટિકા સાથે શેર કર્યો. કેમ્બ્રિજ એનાલિટિકા પર આ ડેટાનો ઉપયોગ ભારતમાં થઈ રહેલી ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવાયો હતો.
ઉલ્લેખનીય છે કે ૩ એપ્રિલ, ૨૦૧૮ના રોજ કંપનીએ જણાવ્યું હતું કે તેમની પાસે ભારતીયોનો કોઈ ફેસબુક ડેટા નથી જેની વિપરીત ફેસબુકે ભારત સરકારને ૫ એપ્રિલ, ૨૦૧૮ના રોજ જણાવ્યું હતું કે કેમ્બ્રિજ એનાલિટિકાએ ઈન્સ્ટોલ કરાયેલી એપ દ્વારા લગભગ ૫,૬૨,૪૫૫ ભારતીયના ફેસબુક ડેટા સુધી પહોંચ બનાવી હતી. હવે આ કેસમાં સીબીઆઈએ તપાસ શરૂ કરી દીધી છે.
આ યુકેસ્થિત ગૂગલ ડેટા એનાલિટિક્સ કંપની છે. આ કંપની પહેલી વખત ત્યારે સમાચારોમાં આવી હતી, જ્યારે એની પર ડેટા મેન્યુપ્લેલેશન ટ્રિક્સની મદદથી અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જિતાડવામાં મદદ કરવાનો આરોપ લાગ્યો હતો, સાથે જ ભાજપે ૨૦૧૯ પેટાચૂંટણી માટે કોંગ્રેસ પર કેમ્બ્રિજ એનાલિટિકાની સર્વિસ લેવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપે રાહુલ ગાંધીના સોશિયલ પ્રોફાઈલ કેમ્બ્રિજ એનાલિટિકા સાથે જાેડાવા અંગે સવાલ ઉઠાવ્યો હતો.HS