Western Times News

Gujarati News

આસામના કછાર જિલ્લામા બેદરકારીને કારણે કોરોનાના ૧૦૦૦ ડોઝ બરબાદ થયા

Files Photo

સિલચર, કોરોના વેક્સીનને લઇને બેદરકારીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. આસામના કછાર જિલ્લામાં સ્થિત સિલચર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં શૂન્ય ડિગ્રીથી ઓછા તાપમાનમાં સંગ્રહના કારણે કોવિડ-૧૯ વેક્સીનના ૧,૦૦૦ ડોઝ ફ્રીઝ થઈ ગયા અને બરબાદ થઈ ગયા. પ્રશાસને આ અંગે તપાસના આદેશ આપ્યા છે. એક અધિકારીએ આ જાણકારી આપી છે.

કછારના ડેપ્યુટી કમિશનર કીર્તિ જલ્લીએ કહ્યું કે વર્તમાનમાં ચાલુ વેક્સીનેશન અભિયાન પર આ બરબાદ ડોઝની અસર નહીં પડે. તેમણે કહ્યું કે, કોવિશીલ્ડ વેક્સીનની ૧૦૦ શીશીઓ મુખ્ય રીતથી સંગ્રહ સુવિધા અને કોલ્ડ સ્ટોર પ્રબંધનમાં ખામીઓના કારણે ખરાબ થઈ ગઈ. જલ્લીએ કહ્યું કે, જાે કે, અમે આ ઘટનાની તપાસ શરૂ કરી છે, જેથી ખામીઓની પાછળનું કારણ જાણ શકાય છે.

તેમણે કહ્યું કે આને કારણે, વેક્સીનેશન અભિયાન અવરોધાય નહીં કારણ કે અમારી પાસે રસીનો પુરતો સ્ટોક છે. આસામમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના ડાયરેક્ટર ડો.એસ. લક્ષ્મણે કહ્યું કે વેક્સીનના સંગ્રહ અને પુરવઠા માટે જવાબદાર લોકોને કારણદર્શક નોટિસ ફટકારી છે.

દેશભરમાં ગત શનિવારથી કોરોના વાયરસ વેક્સીન સંચાલનની પ્રક્રિયા શરૂ થઈ છે. કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ માટે હેલ્થકેર વર્કર્સને પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ હતું. વેક્સીનેશન માટે એક નિયમ બનાવવામાં આવ્યો હતો. મોટાભાગે ૧૦ વેક્સીનની શીશી, એટલે કે ૧૦૦ ડોઝ, એક દિવસમાં પ્રત્યેક કેન્દ્રને મોકલવામાં આવશે. પરંતુ આસામના સિલચર મેડિકલ કોલેજના મામલે તે નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે આ કારણથી ૧૦૦ વેક્સીનની શીશી એટલે કે, ૧૦૦૦ ડોઝ બરબાદ થયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.