દેશમાં ૨૪ કલાકમાં મળ્યા ૧૪,૫૪૫ કોરોનાના દર્દી નોંધાયા
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી ૧ કરોડ ૬ લાખ ૨૫ હજાર ૪૨૮ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ગત ૨૪ કલાકમાં ૧૪ હજાર ૫૪૫ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ગુરુવારે ૧૮ હજાર ૨ લોકો સાજા થયા છે. આ દરમિયાન ૧૬૩ દર્દીઓના જીવ ગયા છે. જ્યારે ૧ લાખ ૫૩ હજાર ૩૨ લોકોના જીવ ગયા છે. કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા ૨૦ લાખને પાર થઈ ચૂકી છે. આ સંખ્યામાં દુનિયાના ૧૦માં સૌથી અસરગ્રસ્ત દેશ જર્મનીના સંક્રમિતોથી લગભગ ૧ લાખ જ ઓછી છે. જર્મનીમાં અત્યાર સુધી ૨.૯૨ લાખ દર્દીઓ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૫૦ ૬૩૪ મોત થઈ ચૂક્યા છે.
દેશમાં નવા દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. ૩ દિવસમાં ૧૯ હજાર એક્ટિવ કેસ ઓછા થયા. હવે ફક્ત ૧ લાખ ૮૮ હજાર ૬૮૮ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ ૨૪ જૂન બાદ સૌથી ઓછી છે.
દિલ્હીમાં ૨૨૮ લોકો કોરોના સંક્રમિત જાેવા મળ્યા છે. તો ૪૦૫ દર્દી સાજા થયા એને ૧૦ના મોત થયા છે. અત્યાર સુધીમાં ૬.૩૩ લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે ૧૦,૭૭૪ સંક્રમિતોના જીવ ગયા છે.
મહારાષ્ટ્રમાં ગુરુવારે ૫૯ લોકોના મોત થયા છે. અત્યારુ સુધીમાં ૧૯.૯૭ લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે જ્યારે ૫૦, ૫૮૨ એ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૪૯૦ લોકો કોરોના સંક્રમિત થયા છે. ૭૦૭ દર્દી સાજા થયા તો ૨ લોકોના મોત થયા છે. અત્યાર સુધી ૨.૫૭ લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે.૪૩૭૧ સંક્રમિતોના જીવ ગયા છે. મધ્ય પ્રદેશમાં ગુરુવારે ૨૮૦ લોકો કોરોના સંક્રમિત જાેવા મળ્યા તો ૭ના મોત થયા છે. અત્યાર સુધી ૨.૫૨ લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે ૩, ૭૭૦ સંક્રમિતોના જીવ ગયા છે. ૫૦૦૮ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
વલ્ડો મીટર ડોટ ઈન્ફોના જણાવ્યાનુંસાર દુનિયામાં અત્યાર સુધી ૯ કરોડ ૭૪ લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. રાહત એ છે કે આમાંથી ૭ કરોડ ૧૫૭ લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી મોતની સંખ્યા હવે ૨૦ લાખ ૮૬ હજારથી વધારે થઈ ચૂકી છે. ૨. ૫૩ કરોડ દર્દીઓની સારવાર ચાલી રહી છે. અમેરિકામાં ગુરુવારે દર્દીઓની સંખ્યા ૨.૫ કરોડને પાર થઈ ગઈ છે.HS