વિદ્યા બાલન ઐતિહાસિક ફિલ્મોમાં ભૂમિકા નહીં કરે
મુંબઇ, બોલિવુડમાં સૌથી સફળ અને કુશળ અભિનેત્રીમાં સ્થાન ધરાવનાર વિદ્યા બાલનની ફિલ્મ મિશન મંગળ આવતીકાલે દેશભરમાં રજૂ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ ઇસરોની એક પછી એક સફળતા પર આધારિત છે. ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત સોનાક્ષી સિહા અને તાપ્સી પન્નુ પણ ભૂમિકા અદા કરી રહી છે. ફિલ્મમાં અક્ષય કુમારની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મ આવતીકાલે રજૂ કરવામાં આવ્યા બાદ ઉત્સુકતા જગાવે તેવી શક્યતા છે. ફિલ્મને લઇને ચાહકો પણ રાહ જાઇ રહ્યા છે. મિશન મંગળની સફળતામાં મહિલાઓની ભૂમિકા ચાવીરૂપ રહેલી છે.
જેથી આ ફિલ્મ આની પટકથા પર આધારિત છે. બીજી બાજુ વિદ્યા બાલનેઐતિહાસિક પાત્રોને લઇને લઇને બનાવવામાં આવી રહેલી કોઇ પણ ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. બોલિવુડની સૌથી લોકપ્રિય સ્ટાર પ્રિયંકા ચોપડા અને દિપિકાની જેમ આગળ વધવા માંગતી નથી. તે આ બે અભિનેત્રીઓની જેમ ઐતિહસિક ફિલ્મો કરવા માટે તૈયાર નથી. કોઇ ઐતિહાસિક ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર નથી. વિદ્યા બાલન કેટલીક એવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે જે ફિલ્મ વિતેલા વર્ષોમાં આ જ વિષય પર બની ચુકી છે. વિદ્યા બાલન વિતેલા વર્ષોમાં ડર્ટી પિક્ચર નામની ફિલ્મમાં કામ કરી ચુકી છે. તે નેશનલ એવોર્ડ પણ જીતી ચુકી છે. જા કે તે હાલમાં ઐતિહાસિક ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર દેખાઇ રહી નથી. સિલ્ક સ્મીતાની ભૂમિકાને લઇને વિદ્યા બાલને જારદાર ચર્ચા જગાવી હતી. મિલાન લુથારિયાની ફિલ્મ બાદ તેને કેટલીક ઓફર આ પ્રકારની મળી હતી. જા કે ૩૭ વર્ષીય સ્ટાર આ પ્રકારની ભૂમિકા કરવાનો હવે ઇન્કાર કરી ચુકી છે.
ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનેઝીર ભુટ્ટો, ટોપ અભિનેત્રી સુચિત્રા સેન અને ભારત રત્ન વિજેતા શુભલક્ષ્મી પર ફિલ્મ કરવાની તેને ઓફર મળી હતી. જા કે તે આ ફિલ્મોની ઓફરને ફગાવી ચુકી છે. પા ફિલ્મમાં અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા અદા કરનાર વિદ્યા બાલન પાસે હાલમાં વધારે ફિલ્મો નથી. તે લગ્ન કર્યા બાદ કોઇ આડેધડ ફિલ્મ કરવા માટે તૈયાર નથી. તેની પાસે હાલમાં કઇ કઇ ફિલ્મો છે તે અંગે વાત કરવાનો પણ ઇન્કાર કરાયા છે. વિદ્યા બાલન બોલિવુડમાં અનેક મોટી સ્ટાર પૈકી એક તરીકે રહી છે. વિતેલા વર્ષોમાં તમામ ટોપ સ્ટાર સાથે તે કામ કરી ચુકી છે. જેમાં અક્ષય કુમાર અને નસીરુદ્દીન શાહનો સમાવેશ થાય છે.
અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર સાથે પણ તે કામ કરી ચુકી છે. તેની બોલબાલા ટોપ સ્ટારમાં રહેલી છે. લગ્ન પહેલા વિદ્યા બાલને પોતાની એક્ટિંગ કુશળતાથી તમામને પ્રભાવિત કર્યા હતા. શ્રેષ્ઠ અભિનેત્રી માટેના એવોર્ડ પણ જીતી ગઇ હતી. તેની ડર્ટી પિક્ચર ફિલ્મની દેશભરના ચાહકોમાં ચર્ચા રહી હતી. ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મ વિતેલા વર્ષોની આઇટમ સોંગની અભિનેત્રી પર આધારિત હતી.