ઠગ ટોળકી સામાન્ય લોકોના ૧૦ કરોડની રકમ ચાઉ કરી ગઈ
જામનગર, જામનગરમાં ઓમ ટ્રેડિંગના નામે રોકાણની લાલચ આપી રૂપિયા દસ કરોડ જેટલી રકમ ઓળવી ગયાનું પ્રકરણ સામે આવતાં ચકચાર મચી ગઇ છે. જામનગરમાં ૩૫થી વધુ લોકોના નાણા હજમ કરી જનાર બે મહિલા સહિતના સાત આરોપીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે.
જામનગરના ચાર નિવૃત આર્મીમેન સહિતના લોકોએ રોકાણના નામે નફો મેળવવા ની લાલચમાં ૧૦ કરોડ જેટલી રકમ ગુમાવી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જામનગરના અંબર સિનેમા નજીક આવેલી એક રોકાણકારની પેઢીના સંચાલકો અને વ્યવસ્થાપક સહિત સાત લોકોએ જામનગરના ૩૫ થી વધુ નાગરિકોના ૧૦ કરોડ થી વધુ રકમના નાણાં રોકાણના બહાને મેળવી લીધા પછી પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.