કોરોના વાયરસના કારણે બ્લડ ડોનેશનનું પ્રમાણ ઘટ્યું
અમદાવાદ: કોવિડ-૧૯ મહામારીએ ઘણી વસ્તુઓ બદલી નાખી છે, જેમાં બ્લડ એકત્રિત કરવાની રીત પણ સામેલ છે. હાલના સમયમાં લોકો બ્લડ ડોનેટ કરવા માગતા નથી ત્યારે બ્લડ બેંકો હવે ડોનર્સના ઘરે જઈને અને ઓફિસોમાં જઈને બ્લડ લે છે. હકીકતમાં, શહેર દ્વારા હાલમાં ગુજરાતના અને કદાચ ભારતના પ્રથમ એવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,
જ્યાં બેંકો ડોનર્સના ઘરે અથવા કાર્યસ્થળ પર યુનિટ એકત્રિત કરવા માટે પહોંચી હતી. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,અમદાવાદ ચેપ્ટરના મેડિકલ ડિરેક્ટર ડો. વિશ્વવાસ અમિને જણાવ્યું કે, તેમણે આ કેમ્પનું આયોજન શહેરના જૈન લોટસ ગ્રુપ સાથે મળીને કર્યું હતું, જ્યાં તેમણે ૨૧મી ડિસેમ્બરથી ૩૧મી ડિસેમ્બરની વચ્ચે બ્લડના ૭૦૦ યુનિટ એકઠાં કર્યા હતા. તેમણે કહ્યું કે, મોડેલની સફળતાથી ખુશ થઈને અમે એડીસી બેંક સાથે મળીને સમાન કેમ્પની શરુઆત કરી છે.
સમગ્ર પ્રક્રિયા વિશે વાત કરતાં જૈન લોટસ ગ્રુપના પ્રમુખ મયુર શાહે જણાવ્યું કે, આ તેમના બ્લડ ડોનેશનનું સતત ૨૫મું વર્ષ છે. અમે અમારી સિલ્વર રનમાં મહામારી દખલગીરી કરે તેમ નહોતા ઈચ્છતા. તેમણે કહ્યું કે, ૈંઇઝ્રજી તેમની બ્લડ ડોનેશન વાન મોકલવા માટે સંમત થઈ હતી, ત્યારબાદ અમે ૯૨૫ સભ્યોનો સંપર્ક કર્યો અને તેમને અનુકૂળ તારીખ, સમય અને જગ્યા જણાવવા કહ્યું હતું તેમ તેમણે કહ્યું. આ સાથે તેમણે ઉમેર્યું કે, માત્ર રેસિડેન્શિયલ વિસ્તારોમાંથી જ નહીં
પરંતુ ઓઢવ, રખિયાલ, લાંભા અને રતનપુર જેવા ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાંથી પણ ડોનર્સ આગળ આવ્યા હતા. મયુર શાહે વધુમાં કહ્યું કે, આ એક પ્રકારની ઉપલબ્ધિ છે. કારણ કે ડોનેશન ૨૦૧૯માં એકત્રિત કરવામાં આવેલા ૮૦૦ યુનિટથી ઘટ્યું હતું. વ્યવસ્થા હંમેશા આર્થિક રીતે સધ્ધર હોતી નથી, દરેક યુનિટ એકઠું કરવા માટે જરૂરી સંસાધનોની જરૂર પડે છે. પરંતુ ડો. અમિને જણાવ્યું કે આ વધારે ડોનરને સામેલ કરવાનો આગળનો રસ્તો બનશે.