Western Times News

Gujarati News

ગુજરાતભરમાં ૩૧મીથી આંગણવાડીની શરૂઆત

પ્રતિકાત્મક

અમદાવાદમાં ૪૮ વોર્ડમાં આશરે ૨૦૦૦થી વધારે આંગણવાડી આવેલી છે. જેમાં ૧ વર્ષથી ૬ વર્ષ સુધીના બાળકોને ભણાવવામાં આવે છે.

અમદાવાદ: સુપ્રીમ કોર્ટના ચુકાદાથી હવે આગામી ૩૧મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં આંગણવાડીની શરૂઆત થશે. જેને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં તૈયારીઓ શુરૂ કરી છે. અમદાવાદની જાે વાત કરીએ તો, ૩૧મી જાન્યુઆરીના રોજ બાળકો કુપોષણમાંથી સામાન્ય બને તે માટે ખાસ કામ કરવામાં આવશે.

એ સાથે બાળકો ને કોરોના વાયરસ માટે જ્ઞાન આપવામાં આવશે. બાળકોને કુપોષણ માંથી પોષણયુક્ત આહાર આપી સામાન્ય કેટેગરીમાં લાવવાની સૌથી મોટી જવાબદારી સરકારની રહેશે.

આમ તો સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે ૩૧ જાન્યુઆરીના રોજ આંગણવાડી ખુલી જશે. પરંતુ બાળકોને કોરોના વાયરસથી દૂર રાખવા નક્કર પગલાં લેવા પડશે. જેની માટે આંગણવાડીની બહેનોએ અત્યારથી જ કમર કસી લીધી છે. આ બહેનો આજે પણ આંગણવાડીમાં આવે છે અને ટ્રેનિંગ પ્રોગ્રામ કરે છે.

આ પ્રોગ્રામ દરમિયાન આંગણવાડીની આ બહેનો એ નક્કી કર્યું છે કે, બાળકોને કોરોના વાયરસ નું જ્ઞાન કેવી રીતે આપવું. આ અંગે આંગણવાડી કાર્યકર રૂપાબેન નું કહેવું છે કે, અત્યાર સુધી તેઓ માનસિક રીતે તૈયાર નહોતા. પરંતુ પરંતુ સરકાર અમારી અને બાળકોની સલામતી માટે ધ્યાન રાખે છે.

સુખડી બાલભોગ લાભાર્થીઓ લેવા માંગતા નથી, ગળ્યું ખાતા નથી, કુપોષણ વધી ગયું છે. દાળ, ઘઉં અને તેલ વિતરણ થવું જાેઈએ, ૨૫થી ૩૦ બાળકો આવે છે. બધાને કોરોનાનો ડર લાગે છે. બાળકોને બેસાડવા અઘરા પડે છે. મંથલી રિપોર્ટ આપતા હોય તેમાં સામાન્ય બાળકોની ૧૭માંથી ૫ બાળકો કુપોષણ અને તેમાંથી અતિકુપોષણમાં ગયા છે. બાળકો માટે માર્ચથી આંગણવાડી બંધ હતી. હવે ૧૫ બાળકોને એક દિવસમા બેસાડીશું. આવતા જતા સેનીટાઇઝર અને બાળકોને હાથ ધોવડવા અંગે જ્ઞાન આપવામાં આવશે.

અમદાવાદમાં ૪૮ વોર્ડમાં આશરે ૨૦૦૦થી વધારે આંગણવાડી આવેલી છે. જેમાં ૧ વર્ષથી ૬ વર્ષ સુધીના બાળકોને ભણાવવામાં આવે છે. આ બાળકો કુપોષિત ના રહે એ માટે સરકારે પોષણ માસવાર નક્કી કરીને કામ પણ કર્યું છે. પરંતુ કોરોના વાયરસ પછી એકાએક ઘણા બાળકોના વજનમાં બદલાવ આવ્યો છે.

જે બાદ હવે સૌથી મોટી ચેલેન્જ આંગણવાડીની બહેનોની છે. જેઓ કોરોના વાયરસથી બાળકોને દૂર રાખવા કેવી રીતે કામ કરે છે. આ અંગે આંગણવાડી કાર્યકર્તાના કહેવા પ્રમાણે આંગણવાડી ખૂલે તો બાળકોની પૂરેપૂરી સંખ્યા આવશે. પરંતુ સરકાર જાે નિયમ કરે તો ૧૦થી ૧૫ બાળકો બેસાડાશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.