SBIએ દેશભરમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું
મુંબઈ – દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રવ્યાપી રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. એસબીઆઈના વર્ટિકલ સ્ટ્રેસ્સ્ડ એસેટ્સ રિઝોલ્યુશન ગ્રૂપ (એસએઆરજી) દ્વારા આયોજિત આ પહેલનું ઉદ્ઘાટન ચેરમેન શ્રી દિનેશ કુમાર ખારાએ કર્યું હતું.
આ કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે જોડાણમાં 40 કેન્દ્રમાં થયું હતું, જેમાં 2360 યુનિટ બ્લડ યુનિટ એકત્ર થયાં હતાં. આ તમામ કેમ્પમાં પોતાના પરિવારજનો સાથે બેંકના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં અન્ય લોકો સામેલ થયા હતા, જેનો ઉદ્દેશ લોકોના જીવનને બચાવવાનો છે. બેંકના તમામ સર્કલની સર્કલ મેનેજમેન્ટ કમિટીના સભ્યોએ તેમના કેન્દ્રોમાં એસએઆરજીને સંપૂર્ણ સાથસહકાર આપ્યો હતો.
આ રક્તદાન કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી અશ્વની ભાટિયા, એમડી (જીબીએન્ડએસ, સીસીજી, આઇટી એન્ડ રિસ્ક), શ્રી એસ સાલી, ડીએમડી (એસએઆરજી), શ્રીમતી શબનમ નારાયણ, સીજીએમ (એસએઆરજી) અને શ્રી ક્રિષ્ન સિંઘ બરગુઝર, સીજીએમ (નોન-ઇન્ફ્રા), એસએઆરજી પણ ઉપસ્થિત હતાં.
આ પ્રસંગે એસબીઆઈના ચેરમેન શ્રી દિનેશ ખારાએ કહ્યું હતું કે, “ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે જોડાણ કરવાનો અને આ જીવનરક્ષક પહેલમાં સામેલ થવાની અમને ખુશી છે. રક્તદાન કેમ્પનું આયોજન કરવું મહત્ત્વપૂર્ણ ઘટના છે અને આપણે નિયમિત ધોરણે આ પ્રકારના કેમ્પનું આયોજન કરવું જોઈએ એવું હું માનું છું.
અમે દેશભરમાં હાલ રોગચાળાના મુશ્કેલ સ્થિતિસંજોગોમાં રક્તદાન કરવા આગળ આવેલા તમામ સહભાગીઓનાં આભારી છીએ.” રક્તદાન કેમ્પ દરમિયાન બેંકના કર્મચારીઓએ એ સુનિશ્ચિત પણ કર્યું હતું કે, કોવિડના નીતિનિયમોનું પાલન થાય.