નવા પશ્ચિમ વિક્ષોભને કારણે પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થશે
નવીદિલ્હી, દેશના ઉત્તરી ભાગમાં ભારે ઠંડી જારી છે હવામાને એકવાર ફરી કરવટ લીધી છે દિલ્હી ઉત્તરપ્રદેશ બિહાર ઝારખંડ પંજાબ હરિયાણામાં ઠંડી ફરીથી વધી ગઇ છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક નવા પશ્ચિમી વિક્ષોભ સક્રિય થયું છે.તેની અસરથી પહાડી રાજયોમાં બરફવર્ષા થશે જયારે ઉત્તર અને ઉત્તર પશ્ચિમી રાજયોમાં વરસાદ થઇ શકે છે.આવનારા બે ત્રણ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાશે અને શીતલહેરની સંભાવના છે જેથી ઠંડીનો કહેર વધી જશે ઉત્તર ભારતના મોટાભાગમાં આજે સવારથી ધુમ્મસ છવાયેલું રહ્યું હતું.
ઉત્તરપ્રદેશમાં ઠઁડીમાં ફરીથી વધારો થવાની સંભાવના છેપહાડોથી આવનારી ઠંડી હવાને કારણે તાપમાનમાં ઘટાડાની સાથે ભારે ઠંડી રહેશે.પટણા સહિત રાજયમાં આજ સવારથી ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. હડુ આગામી બે દિવસ સુધી ઠંડીનો પ્રકોર જારી રહેશે ઉત્તરાખંડમાં અનેક જીલ્લાાં ભારે વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે જયારે મેદાની વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયેલુ રહેશે.
હિમાચલ પ્રદેશમાં હવમાન બગડયુ છે હિમાચલના અનેક જીલ્લા માટે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે પ્રદેશના મેદાની અને મધ્ય પર્વતીય જીલ્લામાં વરસાદ અને બરફવર્ષાનું પૂર્વાનુમાન છે.
હરિયાણમાં હવે મૌસમ કરવટ બદલે તેવી સંભાવના છે પ્રદેશમાં અનેક જીલ્લામાં વરસાદની સંભાવના છેઆજે સવારે અહીં ધુમ્મસ જાેવા મળ્યું હતું. ઝારખંડના પાટનગર રાંચી સહિત રાજયના વિવિધ ભાગોમાં એકવાર ફરી ઠંડી વધશે આગામી ૨૪ કલાક દરમિયાન ન્યુનતમ તાપમાનમાં છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોઁધાવાની સંભાવના છે આગામી બે ત્રણ દિવસ ઠંડીની અસર જાેવા મળશે જયારે દિલ્હીમાં પણ આગામી બે ત્રણ દિવસો સુધી ઠંડીમાં રાહત મળશે નહીં દિલ્હીમાં ન્યુનતમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી ઓછું ૪.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું.HS