વિજયનગરથી વીરાંજલી વન સુધીની 10 કિમીની બાઈક મહારેલી યોજાઈ
(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) બપોરે વિજયનગર થી પાલ-દઢવાવના વીરાંજલી વન સુધીની ૧૦ કિમીની બાઈક રેલી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી.જેમાં શહેર અને તાલુકાના મળી ૧૦૦થી વધુ ગામોમાંથી યુવાનો ૫૦૦ થી ૭૦૦ જેટલી બાઇકો સાથે આ રેલીમાં જાેડાઈને પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો, કાર્યકરો,
તાલુકા, જિલ્લાના કાર્યકરો સાથે રેલી વીરાંજલી વન પહોંચી હતી જ્યાં દેશની આઝાદીની ચળવળ વેળાએ લડતા આગેવાન તેજાવતજીની આગેવાનીમાં આઝાદીની લડતમાં ભાગ લેતા અંગ્રેજાેની ગોળીએ વિધાઈને પ્રાણોનું બલિદાન દેનાર ૧૨૦૦ જેટલા વીર શહીદોને વીરાંજલી વનમાં જઈને સામુહિક શ્રદ્ધાંજલિ અર્પવામ આવી હતી.
વિજયનગર થી પાલ-દઢવાવ વીરાંજલી વન સુધીની મહાબાઈક રેલીમાં ગુ.પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટની ઉપસ્થિતિમ યોજાયેલી આ રેલી સાથે જિલ્લા સંગઠનના પ્રમુખ કનુભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય રમીલાબેન બારા ,પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહિત તાલુકા,-જિલ્લાના આગેવાનો પણ જાેડાયા હતા.
આ સ્થળેથી માટી એકત્ર કરવામાં આવી હતી અને જે દિલ્હી ખાતે ગુજરાતમાંથી લઈ જવામાં આવનાર વતનની માટી સાથે લઈ જવાશે. હાલ મારી માટી. મારો દેશ અભિયાન અંતર્ગત આ સ્થળે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવાના ભાગરૂપે મહાબાઈક રેલીનું આયોજન પ્રદેશ સહિત જિલ્લાના અગેવાનીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.