૧૦ વર્ષની બાળકી પોતાના જ વાળ ખાઈ જાય છે
નવી દિલ્હી, મુંબઈના દાદરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક દંપતિ તેમની ૧૦ વર્ષની પુત્રીને એક વર્ષથી સતત થતા પેટના દુઃખાવાની ફરિયાદને કારણે ચિંતિત હતા. ઘણા ડોક્ટરોને બતાવ્યા હાવા છતા કોઈ રાહત ન થતા તેમની ચિંતા સતત વધતી જઈ રહી હતી.
આ દરમિયાન તેમને તેમની પુત્રીના સતત થતા પેટના દુઃખાવાના કારણ વિશે જાણ થઈ ત્યારે આઘાત લાગ્યો હતો. તેના પેટમાં ૧૦૦ ગ્રામ જેટલો વાળનો બોલ હતો. આ છોકરીને ટ્રાઇકોપેગિયા નામની માનસિક બિમારી છે, જેમાં વ્યક્તિ તેના પોતાના વાળ ખાય છે.
હેરબોલને સર્જિકલ રીતે દૂર કરવો પડ્યો અને ડૉક્ટરે તેની માનસિક સારવાર કરવાની પણ સૂચના આપી છે. અહેવાલ મુજબ છોકરીની માતાએ વાતચીત કરતા જણાવ્યું કે, મારી પુત્રીને પેટમાં ક્યારેક ક્યારેક દુઃખાવાની ફરિયાદ રહેતી હતી, જે સમયની સાથે સતત વધતી જઈ રહી હતી. અમે ચિંતિત હતા કારણ કે તેને દવા આપ્યા પછી પણ દુઃખાવો બંધ થયો ન હતો.
અમે ઘણા ડોકટરોની સલાહ લીધી પરંતુ મોટાભાગે તમામ તેની સારવાર કરવામાં નિષ્ફળ ગયા હતા. જ્યારે અમને દુઃખાવાનુ કારણ ખબર પડી ત્યારે અમને સખત આઘાત લાગ્યો હતો. અમારી પુત્રીના પેટમાં વાળ હોવાની વાતને લઈ અમે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
એક વર્ષથી બાળકી તેના વાળ ખાઈ રહી હતી પરંતુ પરિવારજનોને આ બાબતે કોઈ જાણ નહોતી. દીકરીને ૯ વર્ષની નાની ઉંમરે જ માસિક સ્રાવ આવવાની શરૂઆત થઈ ગઈ હતી જેના પગલે તેને દવા લેવી પડતી હતી.
દર્દીને એક વર્ષથી વધુ સમય સુધી પેટમાં દુઃખાવા સાથે ભારે રક્તસ્ત્રાવની સમસ્યાનો અનુભવ થયો, પરંતુ તેનાથી તેની દિનચર્યામાં કોઈ ખલેલ પડી ન હતી. તેને ઉલટી, ઝાડા અથવા વજન ઘટવા જેવી અન્ય કોઈ પ્રકારની સમસ્યા ન હતી, તેમ છતાં તેના પેટમાં સતત દુઃખાવો ચાલુ રહેતો હતો.
તેના માતાપિતાએ વિવિધ ડોકટરોની સલાહ લીધી જેમણે ચોક્કસ પરીક્ષણો કર્યા પરંતુ છોકરીના પેટમાં થતા આ સતત દુઃખાવા પાછળનું કારણ ઓળખી શક્યા નહીં. ત્યારબાદ તેની માતા તેને વધુ સારવાર માટે વાડિયા હોસ્પિટલમાં લઈ ગઈ હતી.
બાઈ જેરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રનનાં પીડિયાટ્રિક સર્જન ડૉ. પરાગ કરકેરાએ જણાવ્યું હતું કે, “ક્લિનિકલ તપાસમાં, અમે પેટમાં એક ગઠ્ઠો હોવાનુ જાેઈ રહ્યાં છીએ. આ તપાસ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, પેટમાં દુઃખાવાની ફરિયાદ લઈને ઘણા દર્દીઓ નિયમિત રીતે આવે છે પરંતુ કોઈનામાં આ પ્રકારે પેટમાં ગઠ્ઠો હોવાનુ સામે આવ્યું નથી.
અમે તપાસ કરી જેમાં સીટી સ્કેન જેમાં ટ્રાઇકોબેઝોર દર્શાવવામાં આવ્યું જે પેટમાં વાળનો જથ્થો છે. આમાંથી કેટલોક ભાગ નાના આંતરડાના શરૂઆતના ભઆગ સુધી પહોંચી ગયો છે. ડૉ. કરકેરાએ વાત કરતા વધુમાં જણાવ્યું કે, પેટમાં વાળ ઓગળતા નથી, તેથી તે પાચનતંત્રમાં રહે છે, પછી તે બોલ અથવા જથ્થામાં ફેરવી જાય છે, જે સતત વધતું રહે છે. આ બાળકોમાં ભાગ્યે જ જાેવા મળે છે.
આ દર્દીને ટ્રાઇકોટિલોમેનિયા એટલે કે એવી સ્થિતિ જેમાં વ્યક્તિ પોતાના જ વાળ ખેંચવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે અને તેમના પોતાના જ વાળ ખેંચી કાઢે છ.SS1MS