વડોદરાના પોલોગ્રાઉન્ડ નજીકથી ૧૨ ફૂટનો મહાકાય મગર પકડાયો

વડોદરા, વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં છાશવારે માનવવસ્તી તરફ આવી ચડતાં મગર હવે સામાન્ય ઘટના બની રહી છે. વડોદરાના પોલોગ્રાઉન્ડ સામે રાજસ્થંભ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે બાર ફૂટનો મહાકાય મગર દેખાતાં સ્થાનિક રહીશોમાં એક તબક્કે તો ફફડાટ ફેલાઇ ગયો હતો.
બાર ફૂટનો લગભગ અઢીસો કિલોથી વધુ વજન ધરાવતાં મગરને ભારે જહેમત બાદ સ્વયંસેવકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.ક્રિકેટ ગ્રાઉન્ડમાં મેચ સમયે મગર આવી જતો હતો. તે કોઇને પરેશાન કરતો ન હતો. પરંતુ ગ્રાઉન્ડમાં બાળકો તથા અન્ય તેની નિર્દાેષ હાજરીથી ખોફ અનુભવતા હતા.
આખરે મહાકાય મગરને રેસ્ક્યૂ કરવામાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો છે. મગર વજનદાર હોવાથી એકથી વધુ એનજીઓના સ્વયં સેવકો રેસ્ક્યૂમાં જોડાયા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.
મગરનું રેસ્ક્યૂ કરીને તેને સલામત રીતે નવ વિભાગને સોંપી દેવામાં આવ્યો છેસ્થળ પરથી ૧૨ ફૂટ લાંબો મહાકાય મગર મળી આવ્યો હતો. જેનું અંદાજીત વજન ૨૫૦ કિલો હોવાનું અનુમાન હતું. વજનદાર મહાકાય મગરનું એકલાહાથે રેસ્ક્યૂ શક્ય ન હતું. અનેક સંસ્થાઓના વોલંટીયર્સે ભેગા રેસ્ક્યૂ કર્યું છે.SS1MS