Western Times News

Gujarati News

લગ્ન કરવાની લાલચ આપીને ૧૬ વર્ષની સગીરા પર અનેકવાર દુષ્કર્મ આચરાયુ

અમદાવાદ, મહેસાણા જિલ્લામાંથી વધુ એકવાર સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના સામે આવી છે, આ મામલે જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં સગીરાએ યુવક વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખાવડ ગામમાં આ દુષ્કર્મની ઘટના ઘટી છે, અહીં એક યુવકે તેના જ ગામની ૧૬ વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી, સગીરાને આરોપી યુવક જેનુ નામ વિશાલ દંતાણી છે, જેને લગ્ન કરવાની લાલચ આપી હતી. લગ્નની લાલચ આપીને આરોપી વિશાલે સગીરા સાથે અનેકવાર અલગ અલગ જગ્યાએ લઇને જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યુ હતુ. એટલુ જ નહીં આરોપીએ સગીરાને તેની બિભત્સ તસવીરો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. જોકે, સમગ્ર મામલો પ્રકાશમાં આવી જતાં સગીરાએ કડી પોલીસ સ્ટેશનમાં યુવક વિશાલ દંતાણી વિરૂદ્ધ પાક્સો એક્ટ હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં ફરી એકવાર નાની બાળકી પર દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના સામે આવી છે.

સુરતમાં લસકાણા વિસ્તારમાં એક યુવાને પાંચ વર્ષની બાળકીને વડાપાંવ ખવડાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ છે, હાલમાં બાળકીની સ્થિતિ ગંભીર છે, અને સારવાર માટે હાસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં એક પછી એક દુષ્કર્મ અને શારીરિક ત્રાસની ઘટનાઓ સામે આવી રહી છે, આજે ફરી એકવાર પાંચ વર્ષની નાની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી શહેરમાં હડકંપ મચી ગયો છે. આજે શહેરના લસકાણા વિસ્તારમાં એક આરોપીએ જેનુ નામ મિથલેશ રાજુ શાહ છે, તેને પાંચ વર્ષની બાળકી પર નજર બગાડી, બાળકીને વડાપાંવ ખવડાવવાની લાલચ આપીને તેને ઉઠાવી ગયો હતો.

આરોપી બાળકીને નજીકના ઝાંડી-ઝાંખરામાં લઇને ગયો જ્યાં તેના પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. બાળકીના માતા-પિતા જ્યારે તેને શોધવા નીકળ્યા તો આરોપી ત્યાંથી ભાગી નીકળ્યો હતો, બાળકી ત્યાં લોહીલુહાણ સ્થિતિમાં પડી હતી. હાલમાં બાળકીને હાસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આરોપીને સ્થાનિકોએ પકડીને મારમાર્યો અને બાદમાં પોલીસને હવાલે કરી દીધો હતો. અત્યારે પોલીસે આરોપી મિથલેશ રાજુ શાહ વિરુદ્ધ દુષ્કર્મ, અપહરણ અને પાસ્કો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં વધુ એકવાર યુવતી તાંત્રિક વિધિના નામે હવસનો શિકાર બની છે. જુનાગઢમાં સામે આવેલી એક ઘટનાએ અત્યારે તમામને હચમચાવી દીધા છે. જુનાગઢના મેસવાણ ગામે એક યુવતી પર તાંત્રિક વિધિના નામે એક ભુવાએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ અંગે તપાસનો ધમધમાટ પુરજોશમાં શરૂ કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે, જુનાગઢ જિલ્લાના કેશોદ નજીકના મેસવાણ ગામે આ ઘટના ઘટી છે.

અહીં એક યુવતીએ તાંત્રિક વિધિ કરનારા એક ભુવા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ખરેખરમાં, વાત એમ છે કે, તાંત્રિક વિધિ કરનારા ભુવાએ યુવતીને પૈસા મળશે એવી લાલચ આપીને પહેલા ફસાવી હતી, બાદમાં તકનો લાભ લઇને યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યુ હતુ. સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં જ યુવતીએ તાંત્રિક વિધિ કરનારો ભુવો જેનુ નામ સાગર છે, તે અને તેના સાગરિતો સહિત કુલ પાંચ લોકો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.