૧૭ વર્ષના છોકરાએ ટ્રેનમાં જ બનાવી દીધુ ઘર

નવી દિલ્હી, ટ્રેનમાં મુસાફરી કરવી સરળ નથી, દુર્ગંધ મારતા ડબ્બા, સાફ-સફાઈની તકલીફ. દરેક લોકો ઈચ્છે છે કે જલ્દી ઘર આવી જાય અને તે ઉતરી જાય. પરંતુ, ૧૭ વર્ષના એક છોકરાને ટ્રેનને જ ઘર બનાવી લીધું છે. તે ટ્રેનમાં જ રહે છે, ખાવા-પીવાનું અને સુવાનું બધું ટ્રેનમાં જ કરે છે. આ સિવાય તેણે ટ્રેનને પોતાની ઓફિસ પણ બનાવી લીધી છે. તે ત્યાંથી જ કામ કરે છે અને લાખો રુપિયાની કમાણી પણ કરે છે.
પરંતુ, તેની કોઈ મજબૂરી નથી, તે ખુશી-ખુશી આવું કરે છે. બીજાને પણ જણાવી રહ્યો છે કે, ફ્લેટનું મોંઘુ ભાડુ છોડીને તમે પણ ટ્રેનમાં આવી જાવ. રિપોર્ટ અનુસાર, જર્મનીમાં રહેતો સ્ટાલી જ્યારે ફક્ત ૧૬ વર્ષનો હતો, ત્યારે તેને આ આઈડિયા આવ્યો હતો.
તેને ટ્રેનમાં ચાલવાનો શોખ હતો. તેણે મમ્મી-પપ્પાને કહ્યું કે, તે ટ્રેનમાં જ રહેવા ઈચ્છે છે. પહેલા તો મમ્મી-પપ્પાએ ના પાડી દીધી હત. પરંતુ, બાદમાં તેની વાત સાંભળીને તે પણ રાજી થઈ ગયા.
તેનો બધો જ સામાન વેચી દીધો. તેનો ફ્લેટ છોડી દીધો અને ટ્રેનમાં તેણે રહેવાની વ્યવસ્થા કરી દીધી. તમે વિચારી રહ્યા હશો કે, કેવી રીતે કોઈ ટ્રેનમાં રહી શકે? જાણો શું છે હકીકત. લેસે સ્ટાલી કાયદાકીય રીતે ટ્રેનમાં રહે છે. તે ફર્સ્ટ ક્લાચ કોચમાં મુસાફરી કરે છે. રાત્રે ટ્રેનમાં જ સુવે છે. ડીબી લાઉંજમાં નાસ્તો કરે છે. વળી, તે સ્વિમિંગ પૂલમાં સ્નાન કરે છે.
દરરોજ તે લગભગ ૧૦૦૦ કિલોમીટરનું અંતર કાપે છે. સારી-સારી જગ્યાએ જાય છે. જ્યાં મને કરે છે, ત્યાં રોકાય શકે છે. ફરવા લાયક જગ્યાને એક્સપ્લોર કરે છે. તમે વિચારી રહ્યા હશો કે તેના માટે તો ઘણું ભાડું ચુકાવવું પડશે? જી હાં, જો તમે દરરોજ ટિકિટ લેશો તો ભાડું ઘણું મોંઘુ પડશે. પરંતુ, લેસેની પાસે જર્મન રેલનું એન્યુઅલ રેલકાર્ડ છે.
ફક્ત ૮,૫૦૦ પાઉન્ડ પાણી ૮.૫ લાખ રુપિયામાં મળે છે, જેનાથી તમે આખું વર્ષ ક્યાંય પણ ફર્સ્ટ ક્લાસમાં સફર કરી શકો છો. કોઈપણ ટ્રેનમાં જઈ શકો છો.
લેસે દરરોજ પોતાના લાઇફ આૅન ધ ટ્રેનના વીડિયો બનાવે છે અને તેને શેર કરે છે. તેની સાથે જ, તે એક પ્રોગ્રામરના રુપમાં કામ કરે છે. તે યુટ્યુબર્સને શાટ્સ બનાવીને વેચે છે.
તેનાથી તેને ઘણી મોટી કમાણી થાય છે. લેસેએ હાલમાં જ બિઝનેસ ઇનસાઈડરને કહ્યું, હું ઈન્ટરસિટી એક્સપ્રેસમાં સુવું છું. દિવસ દરમિયાન એક સીટ પર, એક ટેબલ પર બેસુ છુ અને એક પ્રોગ્રામરના રુપે કામ કરું છુ. રોજ નવા યાત્રીઓ સાથે વાતચીત કરું છુ. તેના શાટ્સ બનાવું છુ.
હું દેશના એક છેડેથી બીજા છેડા સુધી યાત્રા કરુ છુ. હું આખા જર્મનીને એક્સપ્લોર કરી રહ્યો છું. લેસેએ કહ્યું, જો મને સમુદ્રની યાત્રા કરવાનું મન થાય છે, તો હું સવારે ઉત્તરની તરફ ટ્રેન પકડુ છું.
જો મને મોટા શહેરની હલચલ જોવાનું મન થાય છે, તો હું બર્લિન અથવા મ્યૂનિખ જતી ટ્રેન પકડુ છું. લાંબું પગપાળા ચાલવાનું મન કરે તો આલ્પ્સ માટે એક્સપ્રેસ ટ્રેન લેવાનું પસંદ છે. હું અત્યાર સુધીમાં ૫ લાખ કિલોમીટર સુધી મુસાફરી કરી ચુક્યો છું. ખરેખર આ ખૂબ જ મજેદાર છે. કોઈપણ વ્યક્તિ તેનો આનંદ લઈ શકે છે.SS1MS