ધાનેરામાં ૧૭ વર્ષના કિશોરનું ક્રિકેટ રમવા દરમિયાન મોત

પ્રતિકાત્મક
ધાનેરા, ધાનેરામાં ૧૭ વર્ષની કિશોરનું ક્રિકેટ રમવા દરમિયાન મોત નિપજ્યું છે. ક્રિકેટ રમવા દરમિયાન જ અચનાક મેદાનમાં કિશોર ઢળી પડ્યો હતો અને તે મોતને ભેટતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
વધતા જતા હાર્ટ એટેકના બનાવો દરમિયાન કિશોરનું મોત નિપજતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી.
સમાચાર ધાનેરાથી જ્યાં એક ૧૭ વર્ષનો કિશોર ક્રિકેટના મેદાનમાં હાર્ટ એટેકને લઈ ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો છે. વધતા જતા હાર્ટ એટેકના બનાવો દરમિયાન ૧૭ વર્ષનો કિશોર હ્રદર રોગનો હુમલાને લઈ જીવ ગુમાવવાની ઘટના સામે આવી છે.
ધાનેરામાં વિપુલ દિનેશભાઈ સોલંકી મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો એ દરમિયાન તે મેદાનમાં ઢળી પડ્યો હતો.અચનાક ઢળી પડવાને લઈ મિત્રોએ તેને તુરત જ સારવાર માટે ખસેડવા પ્રયાસ કર્યો હતો.
સાથે જ સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો. ધાનેરા અને બાદમાં પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વિપુલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. SS3SS