૧૭ વર્ષનો ભાઈ બહેનના સાસરે ગયો અને બહેનની ગોળી મારી હત્યા કરી
નવી દિલ્હી, પોલીસના જણાવ્યા અનુસાર, રાનીએ અનુસૂચિત જાતિના એક છોકરા સાથે લગ્ન કર્યા હોવાનો આરોપી ગુસ્સે હતો. પોલીસે જણાવ્યું કે આરોપીએ તેની બહેનના ઘરે જઈને ગોળીબાર કર્યાે, જેના કારણે રાનીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
હરિયાણાના કૈથલમાં આંતરજ્ઞાતિય લગ્નના મામલે ૧૭ વર્ષના કિશોરની તેની બહેનની હત્યા કરવા બદલ અટકાયત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના પીડિતા કોમલ રાનીના સાસરિયામાં બની હતી.મહિલાના સસરાએ પત્રકારોને જણાવ્યું કે કોમલ રાની અને તેના પુત્ર અનિલ કુમારના લગ્ન ફેબ્રુઆરીમાં થયા હતા. ત્યારથી તેને તેના પરિવાર તરફથી ધમકીઓ મળી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રાનીએ અનુસૂચિત જાતિના એક છોકરા સાથે લગ્ન કર્યા હોવાનો આરોપી ગુસ્સે હતો. પોલીસે જણાવ્યું કે આરોપીએ તેની બહેનના ઘરે જઈને ગોળીબાર કર્યાે, જેના કારણે રાનીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.તેણે જણાવ્યું કે રાનીની સાસુ અને ભાભીને ગંભીર ઈજાઓ થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.SS1MS