17 વર્ષની સગીરા પરિવારને ઉંઘતું મૂકી પ્રેમી સાથે ભાગી ગઈ
(પ્રતિનિધિ) ભરૂચ, સોશ્યલ મીડિયાના જમાનામાં સગીરા યુવાનોના પરિચયમાં આવતી હોય છે અને નાત,જાત કે ઉંમર જોયા વિના પ્રેમાલાપમાં પડી લગ્ન ની લાલચે ભાગી જવાના કિસ્સા બનતા હોય છે.તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
જેમાં ૧૭ વર્ષીય સગીરા વહેલી સવારે પરિવારને ઉંદ્યતું મૂકી આદિવાસી યુવાન સાથે ભાગી ગઈ હોવાની શંકાએ માતાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે યુવક સામે પોક્સો અને અપહરણનો ગુનો નોંધાવ્યો છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં સગીરાની માતાએ ઋત્વિક રમેશ વસાવા લીમડીચોક દત્ત મંદિર સામેના રહેવાસી સામે આક્ષેપ કરતા ફરિયાદ નોંધાવી છે કે ૦૫-૧૦-૨૦૨૪ ના રોજ વહેલી સવારના આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં ફરિયાદીના પતિ બાથરૂમ જવા માટે ઉભા થયા હતા તે દરમ્યાન લાઈટ ચાલુ કરતા દીકરી જણાઈ આવેલ નહિ જેથી મને જગાડેલ અને દીકરી વિષે પૂછ્યું હતું કે ક્યાં છે?
જેથી અમે ઘરમાં તપાસ કરતા તે જણાઈ આવી ન હતી.જેથી આજુબાજુમાં તથા સગા સમ્બન્ધીઓને ત્યાં તપાસ કરવા છતાં મળી આવી ન હતી.જે બાદ સગીરા જે યુવકના પરિચયમાં હતી તે ઋત્વિક વસાવાના ઘરે જઈ તપાસ કરતા યુવકની દાદી મળી આવી હતી અને તેને કહ્યું હતું કે ઋત્વિક વસાવા પણ વહેલી સવારથી ઘરે થી ગુમ છે અને તેનો મોબાઈલ પણ બંધ છે.
તેમ કહેતા સગીરાની માતાના પગ તળેની જમીન ખસી ગઈ હતી અને ઋત્વિક વસાવા જ સગીર દીકરીને ભગાડી ગયો હોય તેવી શંકાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં સગીરા ૧૭ વર્ષ અને ૮ મહિનાની નાની ઉંમરની હોવા છતાં ઋત્વિક વસાવા લગ્નની લાલચે ભગાડી અપહરણ કરી ગયો હોય તે અંગે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ઋત્વિક વસાવા સામે ગુનો દાખલ કરી તેની ઘરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
જોકે સગીરા આશરે દોઢ કે વર્ષ પહેલા અપના ઘર સોસાયટી પાસે ટ્યુશન ક્લાસ કરવા જતી હતી તે વેળા ભરૂચની કોર્ટમાં પટાવાળાની નોકરી કરતો ઋત્વિક વસાવા તેની પાછળ આટા ફેરા મારતો હતો અને આ બાબતની જાણ જાણ અમોને થતા દીકરી અને ઋત્વિક વસાવાને સમજાવેલ હતા.